ભુત અને ભવીશ્યના બે ખીલા પર,
લટકતી જીંદગીમાં હું મારી ‘આજ’ને શોધું છું
.ભુતકાળના ખીલા પર ટાંગ્યા છે આંસુઓ,
નીરાશાઓ, પરાજય અને પસ્તાવા વચ્ચે
બે ચાર ખુશી- તોરણ.ભવીશ્ય પર છે
રંગીન મેઘધનુશ્યો,અગણીત મહેચ્છાઓ
અને શેખચલ્લી-સપના,અને વચ્ચે છુપાયેલો અણજાણ્યો ડર.
.‘આજ’માં છે મીશ્રણ બન્નેનું’આજ’માં છે સંઘર્શ.
‘આજ’ને સુક્ષ્મદર્શક કાચથી તપાસતાં તો
તે ‘ગઇકાલ‘ બની જાય છે.કલ્પનાની સોનેરી ઉશામાં
વીહરતાં ‘આજ’‘આવતીકાલ’ બનીને ઉભી રહે છે.
તેથી જ ક્યારેક ‘આજ’નીરસ અને નીર્જીવ લાગે છે.
‘આજની ઘડીમાં જીવો’ તેમ કહેવું તો સહેલું છે.
પણ ગઇકાલ, આજ અને આવતીકાલમળીને તો જીવનરેખા બને છે.
Friday, May 18, 2007
Subscribe to:
Posts (Atom)