હું અમદાવાદનો રિક્ષાવાળો..મારો રિક્ષા નંબર સે ૯૯૯.(એક હજાર માં એકડો ઓસો)મારું નોમ "ચંપક" સે...પણ મારી ઘરવાળી મને વ્હાલથી "ચકો" કઇ ને સાદ દે સે...મે હોભરયુ સે કે આ ત્રાવેલ કંપનીઓ વાળા ઓનલાઇન બુકીંગ કરે સે..તે મને ઇમ થ્યુ ભૈસાબ કે મુયે હવે મરો રિક્ષા નો બિજનેસ ઓનલાઇન કરું...લ્યો હેડો તાન મારી રિક્ષા નું ભાવ પત્રક જોઇ લ્યો..કાલુપુર રેલ્વે ટેસન થી ગીતામંદિર - ૫ રૂપિયા..કાલુપુર થી સિવિલ હોસ્પિટલ ના -૭ રૂપિયા..(દર્દિ ને લઇ જવાનું ભાડું જુદુ થાહે.)ગીતામંદિર થી મણિનગર - ૧૦ રૂપિયા.. આતો સે મરા શટલિયા નો ભાવ...અનેરોજ હવારે પોયરાઓ ને નિશાળે મેલવા તો જવાનું જ..એના દર મહિને..૨૦૦ રૂપિયા..મારી ઘર વાળી ને હુ વ્હાલથી "ચકી" કઉ સુ...મને મારી ચકી બઉ વ્હાલી સે હો..ઇ મારી ચકીની સિવિલ હોસ્પીટલ ની બારે "ફ્રુટ ની લારી" સે..ફળ ફરાદી વેચે સે.અલ્યા મારી ચકી ના ત્યોથી જ ખરીદજો હો ફ્રુટ..બાપરી એય થોડુ કમાયને..સફરજન - ૪૦ રૂપિયા ન કિલો.કેળા.. ૧૦ રૂપિયે અને ૧૨ રૂપિયે ડજન.અને બાકી સિજન મુજબ બધાજ ફ્રુટ વેચે સે મારી ચકી..પણ આ અમદાવાદ ની શેઠાણીઓ ને કઇ દઉ સુ કે ભાવતાલ કોઇ કરવામો નઇ આવે. એક જ ફિક્સ ભાવ સે..હેડો તાન વધારે માહિતી ઓલે મને ઇ-પત્ર કરજો..મારું સરનામું સે- "તઇણ ડબલા નવસો નવ્વાણું યાહુ મા અને ટપકાં"(www.999@yahoo.com)આમતો હું બઉ મોજીલો ને મસ્ત માનસ છું..પણ કોઇ મારી હારે દુશ્મનાવટ કરે તો.."આ 52 ગામ નો ધણી કોઇ ને જીવતો નઇ મેલે..યાદ રાખજો"
Subscribe to:
Posts (Atom)