Popular Posts

Saturday, April 5, 2014

મુસ્‍લિમ શખ્‍સના ત્રાસથી શિક્ષીકા ભૂમી ભટ્ટ સળગીઃ ગંભીર
ત્રણ વર્ષથી પોપટપરાના ઇલ્‍યાસ કુરેશીએ પ્રેમજાળમાં ફસાવી બ્‍લેકમેઇલ કરવાનુ શરૂ કર્યુ હતું: હોસ્‍પિટલના બિછાને વિપ્ર યુવતિનું કથનઃ રૈયા ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી પાર્કમાં રહેતી ભૂમીએ એક માસ પહેલા પણ હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો'તો: જીમ કર્મચારીએ અન્‍ય છોકરીઓને પણ બરબાદ કરી છેઃગંભીર રીતે: દાઝેલી યુવતિ એટલી હદે ત્રાસી ગઇ છે કે તેને હવે જીવવું નથી!
   રાજકોટ તા. ૪: રૈયા ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી પાર્કમાં રહેતી શિક્ષીકા બ્રાહ્મણ યુવતિએ અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. અમીન માર્ગ પરની એક જીમમાં કામ કરતાં અને પોપટપરામાં રહેતાં મુસ્‍લિમ શખ્‍સે ત્રણ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી ત્રાસ ગુજારતાં પોતે કંટાળી જતાં આ પગલુ ભરી લીધાનું તેણીએ હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યુ હતું. અત્‍યંત ત્રાસી ગયેલી આ શિક્ષીકાએ ‘હવે મારે જીવવું નથી, મને મારી નાંખો' એવી બૂમો પાડી હતી. એક માસ પહેલા પણ તેણીએ ઝેર પી હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આજે સળગી જતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
   બનાવની જાણવા મળેલી માહિતી મુજબ રૈયા ચોકડી પાસે રિધ્‍ધી સિધ્‍ધી પાર્કમાં રહેતી અને એમ કોમ. સુધીનો અભ્‍યાસ કરેલી ભૂમી દિનેશભાઇ ભટ્ટ (ઉ.૨૮) નામની બ્રાહ્મણ યુવતિએ પોતાના ઘેર શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે. ભૂમીએ હોસ્‍પિટલના બિછાનેથી જણાવ્‍યુ હતું કે પોતાને પોપટપરાનો ઇલ્‍યાસ કુરેશી ત્રણ વર્ષથી સતત હેરાન કરતો હોવાથી અને મારકુટ પણ કરી લેતો હોવાથી પોતે સળગી ગઇ છે.
   ભૂમીએ આગળ જણાવ્‍યુ હતું કે, ‘હુેં અગાઉ પાઠક સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી. પણ એક માસ પહેલા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કરતાં નોકરી છૂટી ગઇ હતી. તે વખતે પરિવારજનોથી આ પગલુ ભરવાનું સાચુ કારણ મેં છૂપાવ્‍યુ હતું. ત્રણેક વર્ષ પહેલા હું નોકરીએ આવતી-જતી હોઇ અમીન માર્ગ પર જીમમાં કામ કરતાં પોપટપરાના ઇલ્‍યાસ કુરેશી સાથે ઓળખાણ થઇ હતી. ઇલ્‍યાસે મને પ્રેમજાળમાં ફસાવી હતી. હું મારા કોઇ પરિવારજનોને વાત કરુ તો તેને મારી નાંખશે તેવી ધમકીઓ બાદમાં તેણે આપવાનું શરૂ કરી મને બ્‍લેકમેઇલ કરતો હતો.'
   ભૂમીએ વધુમાં કહ્યું હતું કે, ‘૨૭ વર્ષના ઇલ્‍યાસે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું અને મને ફસાવી હતી, વચનો આપ્‍યા હતાં. પછીથી મને ખબર પડી હતી કે તે પરણેલો છે અને બે છોકરા પણ છે. તેણે અગાઉ બે પત્‍નિ કરી તેને છૂટાછેડા આપી દીધા હતાં અને બીજી કેટલીક છોકરીઓને પણ ફસાવી હતી. હું તેની આ પોલ જાણી ગઇ હતી તેથી તેણે મને હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. તેનાથી ત્રાસી જઇને જ મેં હવે મરવાનું નક્કી કરી લીધુ હતું.'
   ભૂમીની આ કેફીયત સાંભળી તેના પરિવારજનો પણ ચોંકી ગયા હતાં. કારણ કે અગાઉ તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો ત્‍યારે પણ તેણે સાચુ કારણ જણાવ્‍યુ નહોતું. આજે તેણીએ અગ્નિસ્‍નાન કર્યા બાદ પોતાને હવે મરી જ જવુ છે તેવું રટણ કરી ઇલ્‍યાસ કુરેશીથી પોતે કેટલી હદે ત્રાસી ગઇ હતી તેની વિગતો જણાવતાં પરિવારજનો પણ કંપી ઉઠયા હતાં. ઇલ્‍યાસ કઇ રીતે બ્‍લેકમેઇલ કરતો હતો? તે અંગે કોઇ સ્‍પષ્‍ટ માહિતી તેણે આપી નહોતી. ગાંધીગ્રામ પોલીસે બપોરે ભૂમી પાસેથી વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી.
   ગંભીર રીતે દાઝેલી ભૂમી બે ભાઇની એકની એક વચેટ બહેન છે. તેના પિતા દિનેશભાઇ જેન્‍તીભાઇ ભટ્ટ પણ શિક્ષક તરીકે નોકરી કરે છે. માતાનું નામ સરોજબેન છે. બે ભાઇઓમાં એક શિક્ષકનો અને એક ફાર્મસીનો અભ્‍યાસ કરે છે. પોલીસે ભૂમીના કથનને ગંભીરતાથી લઇ તેને આ પગલુ ભરવા મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવી જરૂરી છે.
 (