થોડીક શીકાયત કરવી'તી,થોડાક ખુલાસા કરવા'તા,એ મોત જરા રોકાઈ જતે,મારે પણ બે ચાર કામ હતા,જીવનની સમી સાંજે ઝખ્મોની યાદી જોવી'તી,બહુ ઓછા પાના જોઈ શક્યો,બહુ અંગત અંગત નામ હતા....
jokes
થોડા ગુજરાતી જોક*************************************************એક વૃદ્ધની અઠ્ઠાણુંમી વરસગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું ઃ* દાદા, તમે એકસો વર્ષના થાવ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ એવી આશા છે.દાદાજી ઃ કેમ નહીં વળી ? હજી તો તારી તબિયત ઘણી સારી દેખાય છે !*************************************************************************ગટુ ઃ અલ્યા ચીંટુ, તને ખબર છે, મમ્મી અને પત્ની વચ્ચે શો તફાવત ?ચીંટુ ઃ ના, શું તફાવત ?ગટુ ઃ મમ્મી રડતાં રડતાં આ દુનીયામાં આપણને લાવે છે. જ્યારે પત્ની એ ખ્યાલ રાખે છે કે આપણું રડવાનું ક્યાંક બંધ ના થઈ જાય !**************************************************************************છોકરી ઃ આપણે જ્યારે લગ્ન કરીશું એ પછી હું તમારી બધી ચીંતાઓ, મુશ્કેલીઓ, ઉપાધીઓ વહેંચીશ અને તમારી મુશ્કેલીઓ હળવી કરીશ.છોકરો ઃ પણ, મારે તો કોઈ મુશ્કેલીઓ અને ચિંતાઓ છે જ નહીં !છોકરી ઃ એ તો હજી હું તમને ક્યાં પરણી છું !!
Tuesday, June 5, 2007
સ્વાર્થ માટે સહું સગા થાય છે,
સ્વાર્થ માટે સહું સગા થાય છે,સ્વાર્થના નામે દગા થાય છે,ક્યાં નિભાવે છે આજે દોસ્તી કોઇ,દોસ્તો તો સાવ બેવફા થાય છે,કરે છે જે સંકલ્પ સાથે રહેવાનો,એ જ જલ્દી જુદા થાય છે,ઘણા યુગો થઇ ગયા 'રામ' ગયા તેને,રામના નામે આજે રાવણ બધા થાય છે,આ જ ન્યાય છે પ્રભુ તારો ?કે અહિંયા ગુનેગારોને નહીં'નિર્દોષ'ને સજા થાય છે...
જરુર નથી....
જરુર નથી....હું તમને ચાહું છું એવું કહેવાની જરુર નથી કંઇબોલવાની જરુર નથીપ્રેમમાં નયનોની ભાષા હોય છે.કંઇ બોલવાની જરુર નથી.નજર ન દોડાવો અહીં-તહીંપ્રેમને શોધવાની જરુર નથી.પ્રેમ તો આપોઆપ થઇ જાય છે,પ્રેમમાં પડવાની જરુર નથી.જિંદગી જીવો બસ પ્રેમથીપ્રેમમાં ચિંતાની જરુર નથી.કિંમત હોય તો પામી શકો ગમે તેને,એમાં ભલામણની જરુર નથી.જંગ નથી કોઇ,જીતી લેવાની જરુર નથી,બળજબરીની જરુર નથી.લાગણીની ભાષા કાફી છે અહીંપાગલ બનવાની જરુર નથી.....
sayri...
કળીને તો ફુલ પાસે જ રહેવું હતું.નદી ને તો બસ દરિયાને જ મળવું હતું.ઝરણાને તો બસ એમ જ વહેવું હતું.મારે તો ફક્ત તારા જ રહેવું હતું.
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે, લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ, શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી, સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું, બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા, સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
sayri...
તુ આંખ ખોલ તને ઉજાસ મોકલુ,
એક યુગથી સાચવેલ પલ ખાસ મોકલુ,
ફૂલોના રંગ તારી આસ-પાસ મોકલુ;
લાવ ! શબ્દોથી થોડો વિશ્વાસ મોકલુ.
એક યુગથી સાચવેલ પલ ખાસ મોકલુ,
ફૂલોના રંગ તારી આસ-પાસ મોકલુ;
લાવ ! શબ્દોથી થોડો વિશ્વાસ મોકલુ.
શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓ
શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓસૂનમૂન વળી ના ડોલો ના બોલો કેમ દિલ ના ખોલો?ફરિયાદ કરશો તોય દેશું આવકારોમળશે ઝાંઝવાનેય અમ્રિત ઓવારો.. .. સ્થાયી તો થાઓશ્વાસે હરિહવા ઘટ ઘનશ્યામ ભરું મુજ પ્રેમ ના પોલોબસ તમે જ ભાવો; ભક્તિભાવ ભાળશો દેહ જો તોલોનેહનવનીત ભર્યો ઘટસર ના ખારોફરી યાદ કરશો, ના ફરિયાદ વારો.. .. સ્થાયી તો થાઓપાંપણ પાળે ગૂંથી નવરાશ રચી મેં જાગરણની જાળોશ્રીજી-સજાગ જગા આવી કળિકાળે ક્યાંય નહિ ભાળોઅમી અશ્રુએ સીંચ્યાં કીકી આંગણદયા કામણના જ્યાં સજ્યાં આંજણ.. .. સ્થાયી તો થાઓપગલાં તવ પડઘાવીશ પોકારી આ પ્રેમપિંડનો પાવોજાગે નયનામહીં ઝંખના તમારી વાલમ વ્હેલા રે આવોરમજો દિન ને રાત નવરાતનો રાસથાકો તો સજાવ્યાં છે પાગરણ ખાસ.. .. સ્થાયી તો થાઓ‘સ્વરૂપ મુજ આતમ ને છું વિદેહી’ કરવો એ ‘દિલ’ને દાવોસત્ય શમણાં કરી ભવભ્રમણા હરી તુજ મહિમા રે ગાવોમંદિર કરી બસ ભજું મન દિલમહીંભવસર તરી લભું હરિ મંઝિલ તહીં.. .. સ્થાયી તો થાઓ.
Subscribe to:
Posts (Atom)
