Popular Posts

Sunday, February 15, 2009

પર્વત પર ચડીને

પર્વત પર ચડીને

શિખરોને ધક્કા મારી મારીનેગબડાવી દેવાં છે,

દરિયાને ખાલી કરીને રણમાંવહાવી દેવા છે,

હવાના મહેલોને

મુઠ્ઠીએ મુઠ્ઠીએતોડી નાખવા છે,

રાત-દિવસના પડછાયાઓને

પૃથ્વીના પેટાળમાંદાબી દેવા છે.

અને પછી, મા,

તમારા ખોળામાંમોઢું સંતાડી

છાતીફાટ રડી લેવું છે.

કારન મને તમારી

જુદાઈ નો ડર લાગે છે.

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છેઅને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
-અશરફ ડબાવાલા

કોયલ ટહુકે સવારના

કોયલ ટહુકે સવારનાને સાંજે કનડે યાદસૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયોને પાંપણમાં વરસાદસૈયર, શું કરીએ?
ઊંધમાં જાગે ઉજાગરોને શમાણાંની સોગાદસૈયર, શું કરીએ?
મૂંગામંતર હોઠ તો મારાને હૈયું પાડે સાદસૈયર, શું કરીએ?
પિયર લાગે પારકુંકે સાસરિયાનો સ્વાદસૈયર, શું કરીએ?

શું શોધે છે હથેળી માં?

શું શોધે છે હથેળી માં?
રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં?
રેખાઓ શોધે છે હથેળીમાં?
કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં?
રેખા પકડી લાવીશ હથેળીમાં?
સમયને બાંધી શકીશ હથેળીમાં?
આમ નહી જરા ધ્યાનથી જો,
ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં.
રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,
નીચે જ સલવાળે છે રેખાઓ હથેળીમાં.

કેવી મજા આવે જો એવુ બને કે ........

કેવી મજા આવે જો એવુ બને કે ........
હુ તને વિચારુ ને તુ ગઝલ બની જાય,હુ તને જોઉ ને તુ તસ્વીર બની જાય,
હુ તને કહુ ને તુ ગીત બની જાય,હુ તને સાંભળુ ને તુ સરગમ બની જાય,હુ તારી તરફ ચાલુ ને તુ મંઝીલ બની જાય,હુ હથળીમા જોઉ ને તુ રેખા બની જાય,
હુ હસુ ને તુ સ્મિત બની જાય,હુ રડુ ને તુ અશ્રુ બની જાય,
હુ હાથ લંબાઉ ને તુ સાથ બની જાય,હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે,
મારા દિલમા ધડકન બનીને તુ આવે,એમા હલચલ બનીને પણ તુ જ આવે,
મારી આસપાસ એકાંત બનીને તુ જ આવે,એ એકાંતમા યાદ બનીને તુ જ આવે
નાજુક સ્પર્શ ઠંડી હવાનો બનીને તુ આવે,એ જ હવામા મહેક બનીને તુ જ આવે,
મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે,રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે,
મારા ગાલ પર અલકલટ બનીને આવે,એ જ ગાલ પર રતાશ બનીને તુ જ આવે,
મારા હોઠ પર સ્મિત બનીને તુ આવે,અચાનક એના પર ભીનાશ બનીને તુ જ આવેનમ્રતા અમીન...

દેડકાં પુરે કુવાને કેમ કે

દેડકાં પુરે કુવાને કેમ કે
અંધ મન બ્હેરી ગણતરીનાં હતાં
આપણા સંબંધ જેવી શક્યતા
ઓસ ભીનાં પાંદડાં તુટી જતાં
બંધ દરવાજા થયા તો લાગતું
ભુલવા જેવું અમે સંભારતાં
હાથની રેખા બદલવા શું મથો
આંસુ ઓ ક્યાં આંખ માં ઓછાં હતાં ?

–ચિનુ મોદી