હેમંત પૂણેકર
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો,
પણ ગુલાબ આપો.
કાળી રાતો ને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ મળે.
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો.
મેં તો મનમાં હતું એ પૂછી લીધુંઆપો
આપો, હવે જવાબ આપો.
એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો.
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment