ભલે અલ્પ છે મારી પાસે, સહેજ તો આપીશ ને
જા, લઇ જા એક ટુકડો, કે આ આકાશ મારું છે.
હા કહે તો લખી દઉં મહેક પર નામ તારું,
જો પેલાં પુષ્પો ખીલ્યાં છે, હા એ ઉપવન મારું છે.
લે બસ કરી દીધાં દરેક જામ મેં તારે નામ,
આંખોમાં દરીયો છલકે છે ને આ પાણી મારું છે.
રેતનાં દરેક કણમાં તારી યાદ ભરી દઉં,
કે દુનીયાના દરેક રણ પર નામ મારું છે.
બે શક પ્હોંચીશ તું કહે ત્યાં, હું તો છું પ્રણય
પવનની લહેરખી પર લખ્યું છે એ નામ મારું છે
Monday, June 4, 2007
ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો,
ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો
,કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.
આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.
કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.
નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.
ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

poem
અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!
કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે..!!
poem
આનંદ અને સંતોશ વચ્ચે નો તફાવત શું ?
જીવન માં જે ગમે તે મલે તેનુ નામ આનંદ અને
જીવન માં જે મલે તે ગમે તેનુ નામ સંતોશ !!!
જીવન માં જે ગમે તે મલે તેનુ નામ આનંદ અને
જીવન માં જે મલે તે ગમે તેનુ નામ સંતોશ !!!
hi
000000_____000000_____000___000___000000_____000000____00000_00000___000000_____000000___0000000000000___000000_____000000____00000000000___000000_____000000______0000000___000000_____000000________000___000000_____000000_________0___00000000000000000___0000000000000___00000000000000000___0000000000000___00000000000000000______0000000___00000000000000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000______0000000___000000_____000000___0000000000000___000000_____000000___0000000000000 .....................(\_(\.....................(=' :').....................(,('')('')...........""""""""""""""""""""""""\_............join a new friend"""\___...........________________ _ ____)
Subscribe to:
Posts (Atom)