ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો
,કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.
આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.
કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.
નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.
ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment