Popular Posts

Sunday, February 15, 2009

DOST...............

DOST
તારા વિના મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.
પોતીકા થઈ ગયા’તાઆ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું;
ખુદનું વતન હવે વતન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ;
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતુ નથી,

અમે દુઃખ અને દર્દ કાતિલ સહ્યાં છે..........

અમે દુઃખ અને દર્દ કાતિલ સહ્યાં છે,
ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના;
જીવનમાં હતી જો કાલ ગમની રેખા,
મરણ સામને આજ મુખ પર હસી છે-
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે !......

નથી દરીયો આખ માં, પણ તોય છલોછલ છે એટલી કે દુનીયા ડુબાડી દેશે..

નથી દરીયો આખ માં, પણ તોય છલોછલ છે એટલી કે દુનીયા ડુબાડી દેશે..
અને હ્રદય ની હાલત છે એવી કે બધે આગ લગાડી દેશે...
અરે દુનીયા વાળા ઓ ગભરાતા નહી મારી વાત થી
કારણ દુશ્મનો માટે પણ લાગણી છે એટલી કે એ સ્વભાવ બધાને બચાવી લેશે...
ગોપી ગાય દોહતાં અટકી!
એક દિવસ કાને પકડી’તી
અડધે મારગ મટકી!
ગોકુળની ગાયોનું ગોરસ
મથુરા કાજે લીધું,
વાછરડાં-છોરાંના હકનું
લડનારાને દીધું.
ના માની, એને છોડી
હું આખે મારગ ભટકી!
ગોપી ગાય દોહતાં અટકી!
વાંસલડીએ મારગ ચીંધ્યો
ચાલી યમુના-તીરે,
મુખ ધોયું ત્યાં મારે બદલે
એને નીરખું નીરે!
લોચનથી ઉરમાં સંતાડ્યો,
હવે શકે ના છટકી!
ગોપી ગાય દોહતાં અટકી!
રઘુવીર ચૌધરી

એકમેકને ઓગાળી દઈએ આરપાર

એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….
આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..
આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..
પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……
વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ

ડીમ્પલબેન આશાપુરી ની કલમે.....

એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….
આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..
આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..
પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……
વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
****************
મારી અંદર વરસે છે તું
મારી અંદર વરસે છે ધોધમાર તું
પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું
આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ
એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું,
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.
જો ! આ
ઝાકળભીનો સ્પર્શ એક તારો
ભીંજવે મારા યુગો અનેક
એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.
- શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી

Wednesday, March 5, 2008

હું અમદાવાદનો રિક્ષાવાળો..મારો રિક્ષા નંબર સે ૯૯૯.(એક હજાર માં એકડો ઓસો)

હું અમદાવાદનો રિક્ષાવાળો..મારો રિક્ષા નંબર સે ૯૯૯.(એક હજાર માં એકડો ઓસો)મારું નોમ "ચંપક" સે...પણ મારી ઘરવાળી મને વ્હાલથી "ચકો" કઇ ને સાદ દે સે...મે હોભરયુ સે કે આ ત્રાવેલ કંપનીઓ વાળા ઓનલાઇન બુકીંગ કરે સે..તે મને ઇમ થ્યુ ભૈસાબ કે મુયે હવે મરો રિક્ષા નો બિજનેસ ઓનલાઇન કરું...લ્યો હેડો તાન મારી રિક્ષા નું ભાવ પત્રક જોઇ લ્યો..કાલુપુર રેલ્વે ટેસન થી ગીતામંદિર - ૫ રૂપિયા..કાલુપુર થી સિવિલ હોસ્પિટલ ના -૭ રૂપિયા..(દર્દિ ને લઇ જવાનું ભાડું જુદુ થાહે.)ગીતામંદિર થી મણિનગર - ૧૦ રૂપિયા.. આતો સે મરા શટલિયા નો ભાવ...અનેરોજ હવારે પોયરાઓ ને નિશાળે મેલવા તો જવાનું જ..એના દર મહિને..૨૦૦ રૂપિયા..મારી ઘર વાળી ને હુ વ્હાલથી "ચકી" કઉ સુ...મને મારી ચકી બઉ વ્હાલી સે હો..ઇ મારી ચકીની સિવિલ હોસ્પીટલ ની બારે "ફ્રુટ ની લારી" સે..ફળ ફરાદી વેચે સે.અલ્યા મારી ચકી ના ત્યોથી જ ખરીદજો હો ફ્રુટ..બાપરી એય થોડુ કમાયને..સફરજન - ૪૦ રૂપિયા ન કિલો.કેળા.. ૧૦ રૂપિયે અને ૧૨ રૂપિયે ડજન.અને બાકી સિજન મુજબ બધાજ ફ્રુટ વેચે સે મારી ચકી..પણ આ અમદાવાદ ની શેઠાણીઓ ને કઇ દઉ સુ કે ભાવતાલ કોઇ કરવામો નઇ આવે. એક જ ફિક્સ ભાવ સે..હેડો તાન વધારે માહિતી ઓલે મને ઇ-પત્ર કરજો..મારું સરનામું સે- "તઇણ ડબલા નવસો નવ્વાણું યાહુ મા અને ટપકાં"(www.999@yahoo.com)આમતો હું બઉ મોજીલો ને મસ્ત માનસ છું..પણ કોઇ મારી હારે દુશ્મનાવટ કરે તો.."આ 52 ગામ નો ધણી કોઇ ને જીવતો નઇ મેલે..યાદ રાખજો"