DOST
તારા વિના મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.
પોતીકા થઈ ગયા’તાઆ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું;
ખુદનું વતન હવે વતન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ;
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતુ નથી,
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment