મણિયારો તે હાલુ હાલુ - અવિનાશ વ્યાસ
હાં........મણિયારો તે મણિયારો તે,
હલુ હલુ થઈ રે વિયો રે....
મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો... મણિયારો.
હાં........મણિયારો તે કળાયેલ મોરલો રે
કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
છેલ મુઝો, વરગાણી મણિયારો.... મણિયારો.
હાં........મણિયારો તે મહેરામણ મીઠડો
કંઈ હું તો સમદરિયાની લહેર રે,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો.
હાં........મણિયારો જી અષાઢી મેહુલો રે
કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો.
હાં........અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
હાં રે આંજેલ એમાં મેશ રે,
હેલ મુઝો, વરણાગી મણિયારો,
હેલ મુઝો, હાલારી મણિયારો... મણિયારો.
હાં........મણિયારો તે અડાબીડ આંબલો ને,
કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
છેલ મુઝો, હાલારી મણિયારો,
હે છેલ મુઝો, પરદેશી મણિયારો... મણિયારો.
હાં........પનિહારીનું ઢળકતું બેડલું રે
કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
છેલ મુઝો, વરણાગી મણિયારો,
છેલ મુઝો, હાલારી મણિયારો.... મણિયારો.
Friday, October 8, 2010
ક્યા કહુ છુ
હેમંત પૂણેકર
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો,
પણ ગુલાબ આપો.
કાળી રાતો ને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ મળે.
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો.
મેં તો મનમાં હતું એ પૂછી લીધુંઆપો
આપો, હવે જવાબ આપો.
એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો.
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો.
ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો,
પણ ગુલાબ આપો.
કાળી રાતો ને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ મળે.
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં ?
ચાલો, આંસુભીનો હિસાબ આપો.
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો.
મેં તો મનમાં હતું એ પૂછી લીધુંઆપો
આપો, હવે જવાબ આપો.
એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો.
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો.
પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લપ્રેમમાં તો એવું યે થાય છેસાવ અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું ,
ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો
વૈભવને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઇ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઇ ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ઓરડાની એકલતાથથરાવી જાય અને
હૈયું આ સાથ કોઇ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો
સંગાથ હોતો રુંવાડે આગ કોઇ જાગે
ત્યારે અંદર હેમંત ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું ,
ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો
વૈભવને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં જ ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઇ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઇ ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
ઓરડાની એકલતાથથરાવી જાય અને
હૈયું આ સાથ કોઇ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો
સંગાથ હોતો રુંવાડે આગ કોઇ જાગે
ત્યારે અંદર હેમંત ગાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે ,
મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઇએ તો પ્રેમમાં જ રહીએ ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે.
'આભ અડે જ્યાં દૂર જમીને
'આભ અડે જ્યાં દૂર જમીનેકોણ છુપાયું ત્યાં?રોજ ઈશારે એય બોલાવેઃઆવ અલ્યા, અહીંયા !' પ્રહલાદ પારેખ
મારગ પર ન કરીએ આંખો બંધ સજનવા,
"મારગ પર ન કરીએ આંખો બંધ સજનવા,
લેતાં જઈએ અદ્ભુતનો આનંદ સજનવા,
અંતિમ જેવું કશું નથી, બસ વહેવાની છે વાત
રસ્તે મળીએ, હૂંફ વહેંચીએ, આગળ ધરીએ જાત"
લેતાં જઈએ અદ્ભુતનો આનંદ સજનવા,
અંતિમ જેવું કશું નથી, બસ વહેવાની છે વાત
રસ્તે મળીએ, હૂંફ વહેંચીએ, આગળ ધરીએ જાત"
ખોલી છે દુકાન...
રાખી છે નાની દુકાન માણેકચોક મધ્યે /
ને કરું છુ નાનો અમસ્તો ધંધો આ પ્રેમ નો /
બે ચાર ચુંબનો નો વકરો ને તારી આંખો ની સિલક /
ક્યારેક તો લાગે ધનકુબેર-ફોર્બ્સની યાદીમાં આખે-આખી કમી મારી
ને કરું છુ નાનો અમસ્તો ધંધો આ પ્રેમ નો /
બે ચાર ચુંબનો નો વકરો ને તારી આંખો ની સિલક /
ક્યારેક તો લાગે ધનકુબેર-ફોર્બ્સની યાદીમાં આખે-આખી કમી મારી
Subscribe to:
Posts (Atom)
