તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ,
બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ,
બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે
ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ,
બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી,
વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ
બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં
જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, .
બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા,
શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ,
બહુ એકલવાયું લાગે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment