થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.
કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
તેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે
છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.
ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.
જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.
Tuesday, April 3, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment