Tuesday, April 3, 2007
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી.........
મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ,
બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ,
બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે
ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ,
બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી,
વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ
બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં
જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, .
બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા,
શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ,
બહુ એકલવાયું લાગે છે.
બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ,
બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે
ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ,
બહુ એકલવાયું લાગે છે.
કૂવો બેઠો આતુરતાથી,
વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ
બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં
જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, .
બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા,
શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ,
બહુ એકલવાયું લાગે છે.
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.
કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
તેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે
છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.
ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.
જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.
કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
તેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે
છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.
ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.
જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.
તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.....
તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.
મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું.
કહો તો રોઇ દેખાડું , કહો તો ગાઇ દેખાડું.
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઇને આવ્યો છું.
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?ક
લેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...
મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું.
કહો તો રોઇ દેખાડું , કહો તો ગાઇ દેખાડું.
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઇને આવ્યો છું.
અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?ક
લેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...
અહીંયા જ મારા પ્રણયની કબર છે......
અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે,આ તમારું જ ઘર છે?
તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે
હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે
સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે
મને મારું મન એમ આગળ કરે છેકે
મંઝિલની જાણે કે મુજને ખબર છે!
હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે
મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.
Sunday, March 18, 2007
પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ.....
પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું........
"શુન્ય પાલનપુરી"
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું........
"શુન્ય પાલનપુરી"
Subscribe to:
Comments (Atom)
