Popular Posts

Tuesday, January 23, 2007

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,


નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,

છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.


સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,

પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.


દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,

માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.


હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,

ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.


ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,

આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે .

Saturday, January 20, 2007

શબ્દની આરપાર જીવ્યો છું......


શબ્દની આરપાર જીવ્યો છું

હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું

વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું

ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ

હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ

આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું

સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે

આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં

હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ,

અદનો શાયર પણસર્વથી શાનદાર જીવ્યો છું...

Wednesday, January 17, 2007

મેં એની પાસે....


મેં એની પાસે ગોવર્ધન જેટલું સુખ,
અનેટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.

મારા કહેવામાં કે એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય.

મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવેહું નથી ભાર ઉપાડી શકતો કે નથી આંગળી કાપી શકતો.

અમને વ્હાલુ મૌન તમારૂ ....


અમને વ્હાલુ મૌન તમારૂ ,
વ્હાલી તમારી વાણી,
ઍક ઝલક માં જોઇ લીધી,
મેં જનમ જનમ ની કહાણી.

જ્યારે સમજીને વાચશે મારી ગઝલો,


જ્યારે સમજીને વાચશે મારી ગઝલો,
એ સમય આવશે, પણ મારા મરણની પાછળ,
વાચશે જ્યારે મહોબ્બત થી છલકતા શેરો,
માનશે કેટલુ એ મારા જીવન ને નિર્મળ્,
એ બિચારા ને ભલા ક્યાથી ખબર પડવાની,
કેટલી મોજ મે લુટી છે પ્રણયના નામે,
રૂપભરપુર જવાનીથી છલકતા જીસ્મો,
આન્ક મા મારા સમાવ્યા છે હ્ર્દય ના નામે,
જ્યારે મુજ શેરોમા જોશે એ નશાની વાતો,
એની આખોમા ફરી વળશે સુરાલયનુ જીવન,
માની લેશે એ મને મસ્ત શરાબી જેવો,
મારી ગઝલોને સમજશે એ મદિરાનુ મનન,
કોણ સમજાવશે મારા તરફથી એને,
મારા જીવનમા વીતી કઈક તરસતી રાતો,
સુકા સુકા ગયા વાદળથી ભરેલા દિવસ,
ખાલી ખાલી ગઈ વરસતી રાતો,
જ્યારે સમજીને વાચશે મારી ગઝલો.
તો ક્ષણિકવાર એ દિલને ભલે બેહલાવી લે,
દુર વહેવારથી છે દુર કલાના સર્જન,
મારી ગઝલોને એ જીવનમા ન અપનાવી લે..

‘એ શું?’!!!!


અચાનક એક દિવસમારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,ઘણું ય શોધ્યું…
સોનેરી સવારેઅને ઢળતી સાંજે,
ખીલતા ઉપવનેઅને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-હું શું શોધું છું?…
અને વર્ષો પછી-તમે અચાનક,સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,‘આ લે.. તારું શમણું!’
ને મારાથી અનાયાસ પુછાઇ ગયું‘એ શું?’!!!!