શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું
સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું
ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું
મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું
મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું
આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું
બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું
હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું
આમ ઘાયલ છુ,
અદનો શાયર પણસર્વથી શાનદાર જીવ્યો છું...
No comments:
Post a Comment