જ્યારે સમજીને વાચશે મારી ગઝલો,
એ સમય આવશે, પણ મારા મરણની પાછળ,
વાચશે જ્યારે મહોબ્બત થી છલકતા શેરો,
માનશે કેટલુ એ મારા જીવન ને નિર્મળ્,
એ બિચારા ને ભલા ક્યાથી ખબર પડવાની,
કેટલી મોજ મે લુટી છે પ્રણયના નામે,
રૂપભરપુર જવાનીથી છલકતા જીસ્મો,
આન્ક મા મારા સમાવ્યા છે હ્ર્દય ના નામે,
જ્યારે મુજ શેરોમા જોશે એ નશાની વાતો,
એની આખોમા ફરી વળશે સુરાલયનુ જીવન,
માની લેશે એ મને મસ્ત શરાબી જેવો,
મારી ગઝલોને સમજશે એ મદિરાનુ મનન,
કોણ સમજાવશે મારા તરફથી એને,
મારા જીવનમા વીતી કઈક તરસતી રાતો,
સુકા સુકા ગયા વાદળથી ભરેલા દિવસ,
ખાલી ખાલી ગઈ વરસતી રાતો,
જ્યારે સમજીને વાચશે મારી ગઝલો.
તો ક્ષણિકવાર એ દિલને ભલે બેહલાવી લે,
દુર વહેવારથી છે દુર કલાના સર્જન,
મારી ગઝલોને એ જીવનમા ન અપનાવી લે..
No comments:
Post a Comment