Popular Posts

Tuesday, April 3, 2007

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ.........

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ
વૅબસાઈટ ઉપર મળે છે સનમ
ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ
મૅમરીમાં ય હું સચવાયો નહીં
તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ
ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ
આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ
શી ખબર કઈ રીતે ડીકોડ કરું
સિલિકોન ચિપ કશું કહે છે સનમ
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો
ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે
ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,--

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,---(2)પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએપુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,---(2)મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.એવી તો ભેદી રીતે મને માફ ના કરો,---(2)હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,---(2)નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી 'મરીજ',---(2)એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ.

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહોતેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહોરાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહોશ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈનેએક મંઝિલની લગન આંખે ઉતરવા દઈનેભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવાજે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવાદ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટેભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટેદિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટેકોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી.........

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ,
બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ,
બહુ એકલવાયું લાગે છે.
શાયદ મારો ભુક્કો થાશે કે
ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ,
બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી,
વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ
બહુ એકલવાયું લાગે છે.
ઉનાળો લઈને ખોબામાં
જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, .
બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા,
શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ,
બહુ એકલવાયું લાગે છે.
થોડોય પરિચય નથી છતાં સંબંધ છે,
લાગે છે હ્રુદયની આ લાગણીઓ અંધ છે.
કોઈ ખીલેલું ફૂલ ખરે ભર વસંતમાં,
તેલ સૌ પ્રસંગ નીખરવા પ્રબંધ છે
છવાઈ ગઈ છે પાનખર ચમનમાં તે છતાં
અહીં પાન પાનમાં વસંતની સુગંધ છે.
ભવરણમાં એતલે જ ભટકતો રહ્યો સદા,
જોયું'તું મેં પ્રભુને ઘેર દ્વાર બંધ છે.
જેના હતા અમે એ અમારા ન થઈ શક્યા
મિસ્કીન જિંદગીમાં રઝળતા સંબંધ છે.

તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.....

તમોને ભેટ ધરવા ભર જવાની લઇને આવ્યો છું.
મજા લાંબી અને રાતો મજાની લઇને આવ્યો છું.
કહો તો રોઇ દેખાડું , કહો તો ગાઇ દેખાડું.
નજરમાં બેઉ શક્તિઓ હું છાની લઇને આવ્યો છું.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી...
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં?

અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી...
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી !...
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?ક
લેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી...

અહીંયા જ મારા પ્રણયની કબર છે......

અહીંયા જ મારા પ્રણયની કબર છે
ખરું કહો તમે,આ તમારું જ ઘર છે?
તમે બેકદર થઈ ગયાં તો હું સમજ્યો
એ મારા સમા માટે સાચી કદર છે
હ્રદય મારું માટીનું કૂંડું થયું છે
ફૂલો જેમ એમાં કોઈની નજર છે
સુરાલય પછીથી હું શું કામ શોધું?
તમે પીધો એની મને પણ અસર છે
મને મારું મન એમ આગળ કરે છેકે
મંઝિલની જાણે કે મુજને ખબર છે!
હવે કોંને પોતાના ગણવા કહી દો
અમારી જ સામે અમારું ભીતર છે
મને રોક્યો મંઝિલના દ્વારે જઈ મેં
કે મનમાં રહે : સ્હેજ બાકી સફર છે.