Popular Posts

Friday, January 29, 2010

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?
દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
હું કદી ના ગણું તુજને પથ્થર સમો,
તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?
હો વમળમાં તો મનને મનાવી લઉં,
નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?
આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં
કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?
તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,
પણ તું આવે સવારે, તો હું શું કરું?
આદિલ મન્સૂરી

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે
ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે
ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે
ત્યારે તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,

અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;

ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;

ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,

ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;

જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;

ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ? – મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે
નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે
પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે
તારી શકે છે સત્ય ફક્ત શોધનારને છે શક્ય,
તુજને હે અનુગામી! રટણ નડે
તરવું જો હો,તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે
લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે
શું ભેદ?આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે
માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય,કે પછી મેદાન પણ નડે
નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે -
રઈશ મનીઆર

જાતની સાથે જ સોબત થઇ ગઇ

જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ
એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ
આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ
શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ
એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ
કાલ મન ઉજજડ હતું પણ
આજ તો કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ
- ઉર્વીશ વસાવડા

आँखों से सुना आँखों ने कहा

आँखों से सुना आँखों ने कहा
आँखों ने सुना आँखों से कहा

सिलसिला प्यार का चल पड़ा
पत्थर दिल पिघल पड़ा
क्या? कुछ चाहिए प्यार को
बस प्यार चाहिए प्यार को

सितमगर का नाज़ उठाना पड़ा
हौसला उसको दिखाना पड़ा
वक़्त कहाँ इन्तिज़ार को
इम्तिहाँ है मेरे प्यार को

वह शब ख़्यालों में रहा
आँखों ने सुना आँखों ने कहा

जल गया साँस का हर टुकड़ा
रह गया फाँस का टुकड़ा
प्यार को वह झलक चाहिए
रहने को फ़लक़ चाहिए

बाँहों में आये चाँद का टुकड़ा
देखता रहूँ उसका मुखड़ा
जिस्म में वह महक चाहिए
प्यार में वह दहक चाहिए

मेरा दिल आइने में रहा
आँखों से सुना आँखों ने कहा

પ્રેમાળ પતિ

પ્રેમાળ પતિ - બત્રીસ કોઠે દીવા ક્લબમાં બાવન પાનાંની રમત જોરદાર જામી છે ત્યાં ટેબલ પર પડેલા એક મોબાઈલની રીંગ વાગે છે. રમતમાં મશગુલ એવો એક અઠંગ ખેલાડી ફોન લેવા માટે સ્પિકર ફોન ચાલુ કરીને હાથમાં પત્તાં રમાડતાં વાત શરુ કરે છે…
ખેલાડી - “એલાવ…” સામે છેડે - “વ્હાલા, તું ક્લબમાં છો?”
ખેલાડી - “હા..” સામે છેડે - “હું અહીં મૉલમાં ખરીદી કરવા આવી છું અને મને જરી ભરતથી ભરેલી સાડી ગમી ગઈ છે, રૂ. ૫,૦૦૦ કહે છે, લઈ લઉં?”
ખેલાડી - “લઈ લે ને, વહાલી, એમાં પુછવાનું હોય કાંઈ?” સામે છેડે - “ઝવેરીનો ફોન આવ્યો તો, તેની પાસે નવી ડિઝાઈનના ડાયમંડસેટ આવ્યા છે, પસંદ પડે તો એકાદ લઈ લઉં?”
ખેલાડી - “શું રેંજમાં છે?” સામે છેડે - “લાખ સવા લાખ સુધી થઈ જશે…” ખેલાડી - “તારી ખુશી માટે સવા લાખ મંજુર છે.” સામે છેડે - “ગાડીની ડિસ્કાઉન્ટ ઓફરનો આજે છેલ્લો દિવસ છે મારા માટે…”
ખેલાડી - “વ્હાલી, આજે હું બહુ ખુશ છું, તેને જોઇતો મોડલ આજે જ નોંધાવી દેજે, કિંમતની ચિંતા ન કરતી.” સામે છેડે - “સારું, રાતે વહેલા ઘરે આવજો, આઈ લવ યુ.”
ખેલાડી - “આઈ લવ યુ, ટુ!” ફોન મૂકાઈ ગયો, બધા ખેલાડી રમત છોડી તેની સામે જોઈ રહ્યા હતા અને વિચારતા હતા કે વાહ, આને ખરો પતિ કહેવાય! ત્યાં તેણે સ્મિત સાથે બધાને પૂછ્યું - “આ કોનો મોબાઈલ છે?”

Chabkha...........

Chabkha...........
થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે .... અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે .!!
ધુળ જેવી છે જીંદગી આપણી ..... આંસુડા રેડી એમાં કિચ્ચડ ના કર .!!!
શ્વાસ ખુટી જાય અને ઈચ્છાઓ બાકી રહી જાય ....... તે મોત .. ઈચ્છાઓ ખુટી જાય અને શ્વાસ બાકી રહે ........... તે મોક્ષ !!
કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી ....
બરફ જેવી છે આ જીંદગી ... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી ....
પ્રશ્નો તો રહેવાના જ . સુખી લોકોને પ્રશ્ન થાય કે શું કરીએ તો ભૂખ લાગે .. અને દુઃખી લોકોનો પ્રશ્ન છે કે ભૂખ તો લાગે છે, પણ શું કરીએ ?!!!
ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ... પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે મજુર એકી સાથે ખરીદી ના શકે ; અને જેખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના શકે . કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે ..
જેમાં એક ચકલું ય પોતાની તરસ ના છિપાવી શકે !!! · સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.. *
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલા
ય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે... *
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો. *
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કેપેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !! *
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથહોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !! *
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે *
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે , અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારેતમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
અને છેલ્લે .... સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો ..... આખરે તો એ મા - બાપને જ અનુસરશે !!!

નરને નારાયણ એટલે ક્લાયન્ટ ને સર્વર :

નરને નારાયણ એટલે ક્લાયન્ટ ને સર્વર :
જોડાણોની દુનિયા, જન્મ-મરણ એ સાવ સરળ : લૉગ-ઑન ને લૉગ-ઑફ થવાની ઘટના !
‘ઊંવા…ઊંવા’ ને ‘રામ બોલો ભાઈ રામ’ એ વિન્ડોઝના ડિફોલ્ટ સાઉન્ડ છે :
સેશન શરૂ ને પૂરું કર્યાના એ પાકા સિગ્નેચર ટ્યુન છે,
‘ઊંવા…ઊંવા’ તો સહુને સહજ, પણ ‘હે રામ’ તો કોઈ વીરલો જ બોલે !
ને ત્યારે ‘ત્ર્યંબકમ યજામહે…’નો અર્થ કાનમાં ગૂંજે ! લૉગ-ઑન તો થઈ ગ્યા જાણે પણ લોગ-ઑફ થવાનું ના ગમતું, મલ્ટી-ટાસ્કના આટાપાટમાં, હેન્ગ થવાનું બનતું !
રેમ થોડી ને ટાસ્ક ઝાઝા, રાત થોડી ને વેશ ઝાઝા !
ચળકાટિયા ગ્રાફિક્સની ગેમમાં મનના પ્રોસેસરે મૂકી છે માઝા !
ના છૂટકે એ ‘એન્ડ ટાસ્ક’ કરે ને મેમરી કરપ્ટ થાય,
‘સ્મૃતિભ્રંશાત બુદ્ધિનાશો…’ ગીતાનો શ્લોક પછી સમજાય.
હાર્ડ-ડિસ્કમાં કચરા જેવી ફાઈલો સંઘરી રાખે, રાગ-દ્વેષ ને વેર-ઝેરના ઝિપ ફોલ્ડર બાંધી રાખે !
સંબંધોના સથવારાના મેઈન્ટેનન્સના નામે મીંડું, મરઘીને મારી નાખી રોવે :
‘સાવ નીકળ્યું એક જ ઈંડું !’
નર-નારાયણ : સર્વર કનેક્શનને ભૂલ્યો, ને ભૂલ્યો પ્રોટોકોલ, ઈશ્વરની સાક્ષીએ કહું છું :
હવે તો અંતરની વિન્ડોઝ ખોલ !

साहिबा ज़ुलेख़ा सोफ़िया आँखों में तू

साहिबा ज़ुलेख़ा सोफ़िया आँखों में तू

ख़ाबों में ख़्यालों में मेरी साँसों में तू

जानाँ मैं तेरे हुस्न का ख़्वार हूँ

तेरी इक झलक को बेक़रार हूँ

तेरे लिए दर-ब-दर भटकता रहा रात-दिन

तेरा नाम रटता रहा मेरे दिल के अँधेरों में उजालों में तू

ख़ाबों में ख़्यालों में मेरी साँसों में तू

यूँ ही दूर से देखूँ कब तलक तुझे अपनी आँखों में

बाँहों में छुपा ले मुझे तेरे प्यार को ज़रा प्यार करने

दे इक़रार करके इज़हार करने दे ज़हन के तस्व्वुर में

सवालों में तू ख़ाबों में ख़्यालों में मेरी साँसों में तू -

‘नज़र’

જીવન જીવવાની જડીબુટ્ટી............

જીવન જીવવાની જડીબુટ્ટી............
૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨.. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો .
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.
૯. જાગતાં સપનાં જુઓ..
૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ .
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩.... ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને માફી બક્ષો.. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો