Popular Posts

Sunday, February 15, 2009

પર્વત પર ચડીને

પર્વત પર ચડીને

શિખરોને ધક્કા મારી મારીનેગબડાવી દેવાં છે,

દરિયાને ખાલી કરીને રણમાંવહાવી દેવા છે,

હવાના મહેલોને

મુઠ્ઠીએ મુઠ્ઠીએતોડી નાખવા છે,

રાત-દિવસના પડછાયાઓને

પૃથ્વીના પેટાળમાંદાબી દેવા છે.

અને પછી, મા,

તમારા ખોળામાંમોઢું સંતાડી

છાતીફાટ રડી લેવું છે.

કારન મને તમારી

જુદાઈ નો ડર લાગે છે.

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છેઅને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા ?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
-અશરફ ડબાવાલા

કોયલ ટહુકે સવારના

કોયલ ટહુકે સવારનાને સાંજે કનડે યાદસૈયર, શું કરીએ?
આંખોમાં છે ફાગણિયોને પાંપણમાં વરસાદસૈયર, શું કરીએ?
ઊંધમાં જાગે ઉજાગરોને શમાણાંની સોગાદસૈયર, શું કરીએ?
મૂંગામંતર હોઠ તો મારાને હૈયું પાડે સાદસૈયર, શું કરીએ?
પિયર લાગે પારકુંકે સાસરિયાનો સ્વાદસૈયર, શું કરીએ?

શું શોધે છે હથેળી માં?

શું શોધે છે હથેળી માં?
રવિરશ્મિ ઝિલે છે હથેળીમાં?
રેખાઓ શોધે છે હથેળીમાં?
કે જતી રેખાઓ પકડે છે હથેળીમાં?
રેખા પકડી લાવીશ હથેળીમાં?
સમયને બાંધી શકીશ હથેળીમાં?
આમ નહી જરા ધ્યાનથી જો,
ચામડીનું છેલ્લુ પળ સુકાતુ લાગે છે હથેળીમાં.
રૂક્ષ ભલે હો ત્વચા હથેળીમાં,
નીચે જ સલવાળે છે રેખાઓ હથેળીમાં.

કેવી મજા આવે જો એવુ બને કે ........

કેવી મજા આવે જો એવુ બને કે ........
હુ તને વિચારુ ને તુ ગઝલ બની જાય,હુ તને જોઉ ને તુ તસ્વીર બની જાય,
હુ તને કહુ ને તુ ગીત બની જાય,હુ તને સાંભળુ ને તુ સરગમ બની જાય,હુ તારી તરફ ચાલુ ને તુ મંઝીલ બની જાય,હુ હથળીમા જોઉ ને તુ રેખા બની જાય,
હુ હસુ ને તુ સ્મિત બની જાય,હુ રડુ ને તુ અશ્રુ બની જાય,
હુ હાથ લંબાઉ ને તુ સાથ બની જાય,હુ તને એટલી વિચારુ કે તુ જ બની જાઉ.....

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,

મારી આંખોમા મસ્તી બનીને તુ આવે,એ જ આંખોમા આંસુ બનીને પણ તુ જ આવે,
મારા દિલમા ધડકન બનીને તુ આવે,એમા હલચલ બનીને પણ તુ જ આવે,
મારી આસપાસ એકાંત બનીને તુ જ આવે,એ એકાંતમા યાદ બનીને તુ જ આવે
નાજુક સ્પર્શ ઠંડી હવાનો બનીને તુ આવે,એ જ હવામા મહેક બનીને તુ જ આવે,
મારા આંસુ તારી હથેળીમા ઝીલવા તુ આવે,રડતી મને તારામા સમાવી લેવા તુ જ આવે,
મારા ગાલ પર અલકલટ બનીને આવે,એ જ ગાલ પર રતાશ બનીને તુ જ આવે,
મારા હોઠ પર સ્મિત બનીને તુ આવે,અચાનક એના પર ભીનાશ બનીને તુ જ આવેનમ્રતા અમીન...

દેડકાં પુરે કુવાને કેમ કે

દેડકાં પુરે કુવાને કેમ કે
અંધ મન બ્હેરી ગણતરીનાં હતાં
આપણા સંબંધ જેવી શક્યતા
ઓસ ભીનાં પાંદડાં તુટી જતાં
બંધ દરવાજા થયા તો લાગતું
ભુલવા જેવું અમે સંભારતાં
હાથની રેખા બદલવા શું મથો
આંસુ ઓ ક્યાં આંખ માં ઓછાં હતાં ?

–ચિનુ મોદી

ગઈ કાલની છાવણીમાં

ગઈ કાલની છાવણીમાં
બેસીને
સુખને વાગોળ્યા કરું
એ હું નહીં.
આવતી કાલના ગઢમાં
પુરાઈ જઈને
સલામતીની રક્ષા કર્યા કરું
એ હું નહીં.
તરણાંની ટોચ પર
વહેલી સવારના
ઝાકળબિંદુના કંપમાં
મારું સુખ તો
હવામાં આપમેળે
ક્યારનુંયે વણાઈ રહ્યું.

ઘર મળે

ઘર મળે
એક નોખું આંગણાનું ઘર મળે,
ભીંત વિના બસ બારણાનું ઘર મળે.
એ મને જોઇને હરખાતા સતત,
એ લીલી સંભારણાનું ઘર મળે.
જિંદગીભર બંધને રખે મને,
એવું નાજુક તાંતણા નું ઘર મળે.
ટોડલે બાંધી પ્રતીક્ષા એમની,
આંખનાં ઓવારણાંનું ઘર મળે.
ઝગમગે તુલસી ને ક્યારે દીવડો,
સાથિયાભર આંગણાનું ઘર મળે.
જ્યાં સતત "આનંદ" છલકે રાતદિન,
પ્રેમ નાં અમી છાંટણાં નું ઘર મળે.
-અશોક જાની

યુદ્ધની આવી ચૂકી છે ક્ષણ હવે તો શંખ ફૂંકો

યુદ્ધની આવી ચૂકી છે ક્ષણ હવે તો શંખ ફૂંકો
મોત સાથે શક્ય છે સગપણ હવે તો શંખ ફૂંકો
આપને દુનિયાને ઉત્તર દેવા બંધાયા નથી, પણ
આયના સામે લીધેલું પણ હવે તો શંખ ફૂંકો
વેદના, અવહેલના, અપમાન, લાચારી, ગુલામી
વણરૂઝેલા કેટલા છે વ્રણ હવે તો શંખ ફૂંકો
તોડવું, છુટ્ટા થવું ગમતું નથી ને છે જરૂરી
સાપ બનતાં જાય છે સગપણ હવે તો શંખ ફૂંકો
ફક્ત નકશામાં હતું ને, ત્યાં સુધી કંઈ ડર ન'તો પણ
આંગણે આવી રહ્યું છે રણ હવે તો શંખ ફૂંકો
આરતીટાણું થયું છે, સાંજ મંદિરની સભર છે
ને સ્મરણમાં ઊભરે એક જણ હવે તો શંખ ફૂંકો
( હિતેન આનંદપરા )

સુખનું સરનામું આપો;

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો
સુખનું સરનામું આપો.
સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
સુખનું સરનામું આપો…
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો.
સુખનું સરનામું આપો…
કેટલા ગાઉ, જોજન, ફલાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો…

( શ્યાલમ મુનશી )

પાણી પાણી થઇ જાય તેવી તારી ચાલ છે

પાણી પાણી થઇ જાય તેવી તારી ચાલ છે

એ જોઇને કોઇ ઘાયલ ન થાય, એ વાતમાં શું માલ છે?


આભના અડધા ચાંદા જેવું તારું ભાલ છે,

પણ એમાં કોઇ ડાઘ નીકળે, એ વાતમાં શું માલ છે?


સાચું કહું ? તારું વીજળી જેવું સ્મિત તો કમાલ છે,

જોયા પછી કોઇને આંચકો ના લાગે, એ વાતમાં શું માલ છે?


સુરીલા સંગીતનો મધુરો તાલ છે

પણ તારા વિના હું ગાઉં ,એ વાતમાં શું માલ છે?


તને એ ખબર પડે કે, મારું હૈયું બેહાલ છે,

ને છતાં ય તું ના આવે , એ વાતમાં શું માલ છે?


બસ! તને આ મારો છેલ્લો સવાલ છે,

Tari Frndship વિના હું જીવું ,એ વાતમાં શું માલ છે?

દોસ્ત તને શી ખબર કે

દોસ્ત તને શી ખબર કે
તું યાદ આવે છે ત્યારે મને શું થાય છે
તારી દોસ્તી તો છે- જેના સહારે પલપલ જીવાય છે

દર્દની પીડા જનક પળોમાં
હતાશ કરી નાખે છે મને એકલતા ત્યારે
દોસ્ત તારું નિર્દોષ સ્મિતતો છે જે મને દર્દ ભુલાવે છે

મારી ઊભરાતી ખુશીઓને
તારી ગણીને તેં ઝુમીને ઉજવે છે તું
દોસ્ત ભેદ ક્યાં છે આપણા અસ્તિત્વો ની વચ્ચે ?

દોસ્ત કશીયે અપેક્ષા વિના
હમેશા મને આપ્યા જ કરે છે નિર્વ્યાજ સ્નેહ
દોસ્ત કહે હું શું આપું જ્યાં હું શત પ્રતિ'શતક' તારો છું

જો તમને ક્યારેક ભુલી જાઉં તો,

જો તમને ક્યારેક ભુલી જાઉં તો,સપનામાં આવી યાદ અપાવી જજો,
જો હોય કયારેક ભુલ મારી તો,પ્રેમથી આવી ને સમજાવી જજો,
જો થઇં જાઉં કયારેક ઉદાસ તો,યાદો માં આવી ને હસાવી જજો,
જો થાઉં કયારેક નિષ્ફળ તો,બાજુ માં આવી ટેકો આપી જજો,
જો થઈ જાઉં કયારેક નારાજ તો,હળવુ સ્મિત આપી ને મનાવી જજો,
પણ, દોસ્તો આ ધુની(Duffer) નો,સાથ કયારેય ના છોડી જજો..

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,
અરે તમે જરા પ્રેમ કરીને તો જુઓ કે એ પાગલપન શેનું છે?
રાધાતો જીવી રહિ ક્રિશ્નના વિરહંમાં જીવનભર,
કોઇના વિરહમાં ઝુરવિને તો જુઓ કે આ દુખ કેવું છે?
અમર બનીએ ઘડિ દરેક પ્રેમીના જીવનની,
પ્રેમના સંબંધની શરુઆત જ્યારે થઇ છે.
સાચા પ્રેમના સંબંધનેતો નામજ નથી મળ્યું આજ સુધિ,
બસ એમ સમજો આ રાધાને મીરાના પ્રેમ જેવું જ છે.
- પરિ ઠક્ક્ર્ર..

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,

લોકો કહે છે કે મીરા તો ક્રિશ્નના પ્રેમમાં પાગલ છે,
અરે તમે જરા પ્રેમ કરીને તો જુઓ કે એ પાગલપન શેનું છે?
રાધાતો જીવી રહિ ક્રિશ્નના વિરહંમાં જીવનભર,
કોઇના વિરહમાં ઝુરવિને તો જુઓ કે આ દુખ કેવું છે?
અમર બનીએ ઘડિ દરેક પ્રેમીના જીવનની,
પ્રેમના સંબંધની શરુઆત જ્યારે થઇ છે.
સાચા પ્રેમના સંબંધનેતો નામજ નથી મળ્યું આજ સુધિ,
બસ એમ સમજો આ રાધાને મીરાના પ્રેમ જેવું જ છે.
- પરિ ઠક્ક્ર્ર..

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતી
તમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતી
અમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતી
બોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતી
ભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોયમારી ભેટ એના હાથને તો અડી હતી
વર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારીએની સૂરતને કેમેરામાં કેદ કરી હતી
જતી વેળા "આવજો" આગળ ન એક શબ્દદિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી
- "આનામી"

दिल-ए-नादान तुझे हुआ कया है ?

दिल-ए-नादान तुझे हुआ कया है ?
आखिर इस दर्द की दावा कया है ?
हमको उनसे वफ़ा की है
उम्मीदजो नहीं जानते वफ़ा कया है ?
दिल-ए-नादान तुझे हुआ कया है ?
आखिर इस दर्द की दावा कया है ?
हम हैं मुश्ताक और वो बेजारया इलाही !
यें माजरा कया है ?जब की तुझ बिन नहीं कोई
मौजूदफिर यें हंगामा, ऐई खुदा ! कया है !
जान तुम पर निसार करता हूँमैं नहीं जानता दुआ कया है ?
मिर्जा ग़ालिब

લો, ફરી દિલમાં બેકરારી છે;

લો, ફરી દિલમાં બેકરારી છે;ચોટ ખાવાની ઈંતજારી છે.
કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,ઋત વસંતોની આવનારી છે.
એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદોએ જ આંખેથી રક્ત ઝારી છે.
મરવું પાછું એ બેવફા ઉપરએ જ શાપિત દશા અમારી છે.
આંખ ઝંખે છે એ જ બદનામી,લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.
થઈ ગયું ચારેકોર અંધારું,જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.
વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,કંઈ તો છે જેની પરદાદારી છે.
- મિર્ઝા ગાલિબ

તું સ્પર્શ બનીને આવ , હું સ્પર્ષિલ બની જઇશ

તું સ્પર્શ બનીને આવ , હું સ્પર્ષિલ બની જઇશ !
તું સ્વપ્ન બનીને આવ , હું સ્વપ્નીલ બની જઇશ !
તું બંધન બનીને આવ , હું આવકાર બની જઇશ !
તું આમંત્રણ બનીને આવ , હું સ્વીકાર બની જઇશ !
તું ધબકાર બનીને આવ , હું જિગર બની જઇશ !
તું સાથ બનીને આવ , હું હમસફર બની જઇશ !
તું શ્વાસ બનીને આવ , હું જીવન બની જઇશ !
તું દુલ્હન બનીને આવ , હું સાજન બની જઇશ !
તું પ્રેમ બનીને આવ , હું પ્રીત બની જઇશ !

दर्द मिन्नत - कशे- दवा न हुआ

दर्द मिन्नत - कशे- दवा न हुआमैं न अच्छा हुआ बुरा न हुआ
जमा करते हो क्यों रकीबो कोयक तमाशा हुआ गिला न हुआ
हम कहाँ किस्मत आजमाने जाएतू ही जब खंजर-आजमा न हुआ
कितने शीरीं है तेरे लब , की रकब-गालिया खाके बे-मजा न हुआ
है खबर गर्म उनके आने कीआज ही घर में बोरिया न हुआ
क्या वह नमरूद की खुदाई थीबंदगी में मेरा भला न हुआ
जान दी, दी हुई उसी की थीहक़ तो यह है की हक़ अदा न हुआ
रहजनी है कि दिलसितानी है लेके दिल दिलसिताँ खाना हुआ
कुछ तो पढिये कि लोग कहते हैआज ग़ालिब गजलसरा न हुआ
मिर्जा ग़ालिब
બેઠો હતો હું બારીએ,ત્યાં સાદ આવ્યો દ્વારીએ,
વાત હતી એક વૃક્ષ કાપવાની,ઘણી આપત્તિઓને નોતરવાની.
સૌને ગમતાં લીલાં વનો,અરેરે! પણ સ્વાર્થાંધ બન્યાં છે જનો !
હયકારો નીકળી ગયો મનમાંથીઃ"સશક્ત જનોમાં સ્વાર્થ શાથી?"
લીલાં વનો આવે છે યાદ,જાણે તેઓ મને પાડે સાદ.
ચિત્ત સર્યું ભૂતકાળમહીં,ને આવી ઊભો બાલ્યકાળ અહીં.
ફરવા જતાં રોજ અહીં-તહીં,એક દિ' ગયાં હતાં જંગલમહીં.
હર્યાં-ફર્યાં પછી ઘેર આવ્યાં,સાથે સુંદર અનુભવ લાવ્યાં.
વાળું પતાવીને પુછ્યું માનેઃ"મા,લોકો વૃક્ષો કાપે શાને?
વૃક્ષો આપણને ઉપયોગી,જાણે ભલો નિઃસ્વાર્થ જોગી!"
આપે ઉનાળે શીળ છાંય,આપત્તિએ તે મદદે ધાય.
આપણ માથે તેનું ઋણ,એ ઋણ વૃક્ષોને ચૂકવે કુણ ?
જેમ જેમ વૃક્ષો ઓછાં થાય,તેમ તેમ આફત વધતી જાય.
"વૃક્ષવિણ શું થાશે કાલ?" - કડવો કડવો એક સવાલ.
શિવાની કામદાર

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે,

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે,દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે.
આકાશના એ રંગ તને યાદ તો હશે,રંગીન એટલું જ એ તારા વિનાય છે.
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું,જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે.
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની,રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે.
અહીં 'હું જીવી રહ્યો છું' ના જાહેર ચોકમાં,ક્યારેક 'તું નથી' ની હવા સંભળાય છે.
જવાહર બક્ષી

જ્યારે તું છે મારા સંગે.............

જ્યારે તું છે મારા સંગે,કેમ ના ફરું ના રંગે ચંગે?
હસ્તી પણ હસ્તી નહિ લાગે,હોય ન સાથી જ્યારે સંગે.
પ્રાણ દ ઇને દીપક ઉપર,રોશન કીધું નામ પતંગે!
એક છબી છે લીલા તારી,બાકી બીજરેખાના વ્યંગે!
કેવી ઇન્દ્રધનુષ્ય બને છે,પ્રેમના કેવળ એક જ રંગે!
નિરખું, કેવી ભાત બને છે,સ્નેહસલિલના મસ્ત તરંગે!
દિલનો બ્રાહ્મણ, એ દેવીને-જોઇને બોલ્યોઃ હર હર ગંગે!
સ્પર્શ થયો છે કોનો 'આસિમ'ખુશ્બૂ મ્હેકે અંગે અંગે!
આસિમ રાંદેરી

પ્રેમભાવ વીનાનો - સંબંધ નકામો

પ્રેમભાવ વીનાનો - સંબંધ નકામો
લાગણી વીનાનો - મિત્ર નકામો
વિનય વીનાની - વાતચિત નકામી
સૂવાસ વિનાનું - અત્તર નકામું
મૂર્તિ વગરનું - મંદિર નકામું
શીલ વગરનું - સૌંદર્ય નકામું
સંયમ વગરનું - યૌવન નકામું
સચ્ચાઇ વીનાની - વાણી નકામી

DOST...............

DOST
તારા વિના મન લાગતું નથી,
જીવી શકાય એવું જીવન લાગતું નથી.
પોતીકા થઈ ગયા’તાઆ વૃક્ષો ને ખેતરો,
ને આપણા થયા’તા નદી ને સરવરો;
એમાનું કોઈ પણ સ્વજન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
અટકી ગયેલો એકલો ઝૂલો બન્યો છું હું,
જાણે પરાયા દેશમાં ભૂલો પડ્યો છું હું;
ખુદનું વતન હવે વતન લાગતું નથી…
તારા વિના કશે મન લાગતું નથી.
સપનાં ને પાંપણે સજી આંસુથી ધોઇને,
બસ આવતા જનમ મહીં મળવાની રાહ જોઇએ;
આ જનમમાં હવે આપણું મિલન લાગતું નથી,
તારા વિના કશે મન લાગતુ નથી,

અમે દુઃખ અને દર્દ કાતિલ સહ્યાં છે..........

અમે દુઃખ અને દર્દ કાતિલ સહ્યાં છે,
ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના;
જીવનમાં હતી જો કાલ ગમની રેખા,
મરણ સામને આજ મુખ પર હસી છે-
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે !......

નથી દરીયો આખ માં, પણ તોય છલોછલ છે એટલી કે દુનીયા ડુબાડી દેશે..

નથી દરીયો આખ માં, પણ તોય છલોછલ છે એટલી કે દુનીયા ડુબાડી દેશે..
અને હ્રદય ની હાલત છે એવી કે બધે આગ લગાડી દેશે...
અરે દુનીયા વાળા ઓ ગભરાતા નહી મારી વાત થી
કારણ દુશ્મનો માટે પણ લાગણી છે એટલી કે એ સ્વભાવ બધાને બચાવી લેશે...
ગોપી ગાય દોહતાં અટકી!
એક દિવસ કાને પકડી’તી
અડધે મારગ મટકી!
ગોકુળની ગાયોનું ગોરસ
મથુરા કાજે લીધું,
વાછરડાં-છોરાંના હકનું
લડનારાને દીધું.
ના માની, એને છોડી
હું આખે મારગ ભટકી!
ગોપી ગાય દોહતાં અટકી!
વાંસલડીએ મારગ ચીંધ્યો
ચાલી યમુના-તીરે,
મુખ ધોયું ત્યાં મારે બદલે
એને નીરખું નીરે!
લોચનથી ઉરમાં સંતાડ્યો,
હવે શકે ના છટકી!
ગોપી ગાય દોહતાં અટકી!
રઘુવીર ચૌધરી

એકમેકને ઓગાળી દઈએ આરપાર

એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….
આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..
આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..
પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……
વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ

ડીમ્પલબેન આશાપુરી ની કલમે.....

એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….
આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..
આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..
પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……
વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
****************
મારી અંદર વરસે છે તું
મારી અંદર વરસે છે ધોધમાર તું
પ્રણયનાં એ પહેલા વરસાદસમ તું
આજ રાધાનો કા’ન મને ફિક્કો લાગે વાલમ
એવા કા’ન ની ઈચ્છાનું કારણ થઈ તું,
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.
જો ! આ
ઝાકળભીનો સ્પર્શ એક તારો
ભીંજવે મારા યુગો અનેક
એવા મનની તૃષ્ણાઓનો પિયુષ તું
મારી અંદર વરસે છે ક્યાંક ધોધમાર તું.
- શ્રીમતી ડીમ્પલબેન આશાપુરી