કેવી હશે એ ...
કેવી હશે એ રૂપની રાણી
જોતા જ થઉ હું પાણી પાણી
આંખો મિંચુ તો કોઇ એક સ્વજન
આંખો ઊઘાડું તો વ્યક્તિ અજાણી
લાગશે આંખ ઢળી જાશે લજ્જાથી
બેઠો હશે ચંદ્રમા પણ ઘૂમટો તાણી
વ્હાલપથી લઇ બાથમાં ચૂમશે જો સખી
કહેશે ફૂલો અમારે દિન-રાત ઊજાણી
હળું ફૂંક મારશે લ ઇ પાંપણ હથેળીમાં
હશે પતંગાની પાંખ આંખમાં સમાણી
મદહોશ ચાલથી ચાલશે ગજગામિની
કરશે લોક વાતો કેમ વીજળી વેરાણી?
કળીઓ બે લીપટેલી મંદમંદ ખીલશે
સપનાના ભારથી હશે પાંપણ મીંચાણી
શોધે છે 'DEV'તને ભટકંતો અહીં-તહીં
કહી દે ને સત્ય તેને 'હું તારામાં સમાણી'
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment