ઉર્મિઓને વ્યવહારિકતાની ચાદર ઓઢાડી હતી,
એના અંગમાં અંગડાઈ હતી તોયે પોઢાડી હતી...
થયું જયાં પુરુષાર્થનો સૂર્ય માથે ચડી રહયો છે ત્યાં,
ઉર્મિઓ તો બસ! બાષ્પ બનીને ઊડવાની હતી...
કર્યું હૃદયને કોરુંકટ્,સંવેદનને સૂકવી દીધું,
છતાં એની ભીનાશ હૃદયના એક ખૂણે વળગી હતી...
મલકી રહ્યો હતો જ્યાં પુરુષાર્થ એના વિજય પર,
ડૂસકાંની એક લહેર ઉરના ઊંડાણથી ઊઠતી હતી...
ખસેડીને જોયું વ્યવહારિકતાની ચાદર એ પરથી,
સંકોરીને ખુદને... મારી ઉર્મિઓ રડતી હતી!... ... ..
\.એ ક્રમ નિયમ બન્યો નથી, ઉર્મિને આજ અભિવ્યક્તિ છે.
ઉપેક્ષિત ક્ષણોનું ઋણ નથી, અસ્ખલિત એને મુક્તિ છે!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment