આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય
એ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય
ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોને
એ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય
સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધા
ધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?
લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાને
ખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?
ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબરખુદા કરે,
ચાંદ ના પ્રેમની એને થોડી જાણ હોય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment