તને ઝરણું મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને દરિયો મોકલું ,
ને તું જવાબમાં મૌન મોકલે.
હું તને પંખી મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
હું તને આભ મોકલું ,
ને તું જવાબમાં મૌન બીડે.
જા, હવે બહુ થયું,
હું હવે મૌન વહેતું કરું છું.
ને તું, મારાં આભ, દરિયો અને પાંખ પાછા મોકલ…
Monday, February 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment