Popular Posts

Wednesday, January 3, 2007

અરમાન લઇને...

અરમાન લઇને...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...એક ફુલ હતુ, એક ફુલ સમો, ખુશ્બુનો ફુવારોં ઉડતો 'તો...કોઇ વાતમાં અમથો હસતો 'તો, કોઇ વાતમાં અમથો રડતો 'તો...ખોટુ તો ઘડીમાં લગી જતુ, છોભીલો ઘડીમાં પડતો 'તો...દુનીયાની સરાણે એ રીતે, જીવનની ઇમારત ઘડતો 'તો...ભાંગેલા જીગરને પુછું છુ, શાને જીવવાને નીકલ્યો 'તો...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...અપમાન સહન કરવાની એક આદત શી પડી ગઇ તી મુજને...નીષ્ફલતા, નીરાશા રોજીંદી બાબત શી બની ગઇ તી મુજને...મયખાને જઇને શુ કરવુ, ત્રુષ્ણા જ મરી ગઇ તી મુજને...લાગ્યુ'તુ મરણ તો મળશે પણ એ આશ ઠ્ગી ગઇ તી મુજને...કઇ રાહ હતી, કઇ રાહ મળી, કઇ રાહ જવાને નીકલ્યો 'તો...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...દીલવાલાઓ સાથે આ દુનીયાને કોઇ યોગ નથી સંયોગ નથી...આસુંને વહાવી શું કર્વુ? રડવાનો કોઇ ઉપયોગ નથી...મજબુર થઇને હસવુ એ કઇ શોખ નથી, ઉપભોગ નથી...જીવવુ તો પડે છે કારણ કે મરવાના કોઇ સંજોગ નથી...આવ્યો છુ ફરી એ મહેફીલમાં, જે છોડી જવાને નીકલ્યો 'તો...્અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...

No comments: