Popular Posts

Tuesday, January 2, 2007

થાય સરખામણી તો ઊતરતા છીએ

થાય સરખામણી તો ઊતરતા છીએતે છતાં આબરૂ અમે દીપાવી દીધી.એમના મહેલ ને રોશની આપવાઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપરતો જરા દોષ એમાં અમારો’ય છેએક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યાને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયાપણ ઊભા રહી અમે કોઇને ના નડ્યાખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલેવાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂનીજીંદગી મા અસર એક તન્હાઇનીકોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છોએને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પરએ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યોજાત મારી ભલે ને તરાવી નહીલાશ મારી પરંતુ તરાવી દીધી.

No comments: