Popular Posts

Monday, February 26, 2007

આંસુ વિષાદનાં ન તો આવે છે યાદનાં......

આંસુ વિષાદનાં ન તો આવે છે યાદનાં,
ખૂટી ગયો છે જાણે ખજાનો વિયોગનો
.નથી હીણી થવા દીધી કદી એને જુદાઇમાં,
હતી બેનૂર તોયે આંખને ચક્ચૂર રાખી છે.
આંસુ નથી ઊનાં રડવાના આહ નથી કંઠે ભરવાના,
જીવ વિરહમાં જાય ત્યારે ભલે ફરિયાદ નથી કો’દિ કરવાના.
છોડને અય દિલ આશ મિલનની, છોને ખુવારી હો તનમનની,
પરવા નથી કરતા જીવનની જ્યોત ઉપર બળતા પરવાના.
કેવો ઉજાસ ઘર મહીં તારા ગયા પછી !મારો દિવસ હંમેશને માટે ઢળી ગયો.
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ,
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ,
વિખૂટાં પડ્યાં તોય લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગરગમાં સરકે છે કોઇ.

No comments: