Popular Posts

Friday, January 29, 2010

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?

વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,

અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;

ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;

ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,

ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;

જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;

ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ? – મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

No comments: