Popular Posts

Sunday, February 15, 2009

એકમેકને ઓગાળી દઈએ આરપાર

એકમેકને ઓગાળી દઈએ આરપાર,
બદલાતી પરિભાષાઓ અહીં પ્રેમની પામી લઈએ.
શું મીરાનો, શું રાધાનો, કાન સૌનો વહેંચી લઈએ,
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ
ના હો ખોવાનો ડર, ના પામવાનું ગુમાન
અમથું અમથું રડવાનું વીસરી જઈએ. ચાલ….
આમ જુઓ તો બધું મારું આમ જુઓ તો બધું નકામું
દોસ્ત! તૃષ્ણા કેરો ભ્રમ ભાંગી લઈએ. ચાલ …..
આઘાત પ્રત્યાઘાત ના ઘોંઘાટથી દૂર
સૃષ્ટિનાં અમરત્વના સોપાન સરી લઈએ. ચાલ …..
પછીતો ના ફરીયાદો, ના વિનંતિ,
આજ એકમેકનાં શણગાર બની જઈએ. ચાલ ……
વિરામ ના ખપે હવે, આ જીંદગીને દોસ્ત,
વિશ્વાસના પ્રવાસને ખેડી લઈએ,
તૃષ્ણાની બૂંદબૂંદ સમ આ ‘પગલી’ ને
‘પિયુષ’નાં સાગરમાં સમાવી લઈએ
ચાલ સંબંધોની પેલે પાર જીવી લઈએ

No comments: