Popular Posts

Tuesday, June 5, 2007

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?


યાદ થકી હું મઘમઘ થાતો,
તમને બાકી ક્યાં અડેલો ?



બારણા ખુલ્લા હતા,
ધીમે ધીમે
મંદપગલે એ આવી,
જુલ્ફને જરા રમાડી,
"કોણ છે?"
પુછુ ત્યાં તો ચાલી ગઇ.
સઢની જેમ ઉડીને
સંકેલાઈ જતા બારીના
પડદાએ કહ્યુ"હવા હતી"



મેં એથી સારા થવાની કોશીષ કિધી જરા,
મને એ જોઈ રહ્યા, મને એ વહેમ રહ્યો.




હા, સૌને પ્રેમ કરવાને તો લીધો મે આ જનમ,વચમા તમે જરા વધારે ગમી ગયા.




કરે લાચાર જે મનને,
ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી,
તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું
કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ,
કે ડાહ્યા શું, દિવાના શું…

No comments: