Popular Posts

Monday, June 4, 2007

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

No comments: