Popular Posts

Tuesday, June 5, 2007

શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓ

શમણાંમાં તમો આવો ને જાઓ હવે સ્થાયી તો થાઓસૂનમૂન વળી ના ડોલો ના બોલો કેમ દિલ ના ખોલો?ફરિયાદ કરશો તોય દેશું આવકારોમળશે ઝાંઝવાનેય અમ્રિત ઓવારો.. .. સ્થાયી તો થાઓશ્વાસે હરિહવા ઘટ ઘનશ્યામ ભરું મુજ પ્રેમ ના પોલોબસ તમે જ ભાવો; ભક્તિભાવ ભાળશો દેહ જો તોલોનેહનવનીત ભર્યો ઘટસર ના ખારોફરી યાદ કરશો, ના ફરિયાદ વારો.. .. સ્થાયી તો થાઓપાંપણ પાળે ગૂંથી નવરાશ રચી મેં જાગરણની જાળોશ્રીજી-સજાગ જગા આવી કળિકાળે ક્યાંય નહિ ભાળોઅમી અશ્રુએ સીંચ્યાં કીકી આંગણદયા કામણના જ્યાં સજ્યાં આંજણ.. .. સ્થાયી તો થાઓપગલાં તવ પડઘાવીશ પોકારી આ પ્રેમપિંડનો પાવોજાગે નયનામહીં ઝંખના તમારી વાલમ વ્હેલા રે આવોરમજો દિન ને રાત નવરાતનો રાસથાકો તો સજાવ્યાં છે પાગરણ ખાસ.. .. સ્થાયી તો થાઓ‘સ્વરૂપ મુજ આતમ ને છું વિદેહી’ કરવો એ ‘દિલ’ને દાવોસત્ય શમણાં કરી ભવભ્રમણા હરી તુજ મહિમા રે ગાવોમંદિર કરી બસ ભજું મન દિલમહીંભવસર તરી લભું હરિ મંઝિલ તહીં.. .. સ્થાયી તો થાઓ.

No comments: