Popular Posts

Tuesday, June 5, 2007

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં

ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાંપણ આખા આ આયખાનું શું?ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાંપણ બળબળતી રેખાનું શું?આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધુંપણ મૂંગી આ વેદનાનું શું?માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,પણ ઝૂરતા આ ઓરતાનું શું?ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયાપણ આ માંડેલી વારતાનું શું?

No comments: