ગઈ કાલની છાવણીમાં
બેસીને
સુખને વાગોળ્યા કરું
એ હું નહીં.
આવતી કાલના ગઢમાં
પુરાઈ જઈને
સલામતીની રક્ષા કર્યા કરું
એ હું નહીં.
તરણાંની ટોચ પર
વહેલી સવારના
ઝાકળબિંદુના કંપમાં
મારું સુખ તો
હવામાં આપમેળે
ક્યારનુંયે વણાઈ રહ્યું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment