Popular Posts

Sunday, February 15, 2009

બેઠો હતો હું બારીએ,ત્યાં સાદ આવ્યો દ્વારીએ,
વાત હતી એક વૃક્ષ કાપવાની,ઘણી આપત્તિઓને નોતરવાની.
સૌને ગમતાં લીલાં વનો,અરેરે! પણ સ્વાર્થાંધ બન્યાં છે જનો !
હયકારો નીકળી ગયો મનમાંથીઃ"સશક્ત જનોમાં સ્વાર્થ શાથી?"
લીલાં વનો આવે છે યાદ,જાણે તેઓ મને પાડે સાદ.
ચિત્ત સર્યું ભૂતકાળમહીં,ને આવી ઊભો બાલ્યકાળ અહીં.
ફરવા જતાં રોજ અહીં-તહીં,એક દિ' ગયાં હતાં જંગલમહીં.
હર્યાં-ફર્યાં પછી ઘેર આવ્યાં,સાથે સુંદર અનુભવ લાવ્યાં.
વાળું પતાવીને પુછ્યું માનેઃ"મા,લોકો વૃક્ષો કાપે શાને?
વૃક્ષો આપણને ઉપયોગી,જાણે ભલો નિઃસ્વાર્થ જોગી!"
આપે ઉનાળે શીળ છાંય,આપત્તિએ તે મદદે ધાય.
આપણ માથે તેનું ઋણ,એ ઋણ વૃક્ષોને ચૂકવે કુણ ?
જેમ જેમ વૃક્ષો ઓછાં થાય,તેમ તેમ આફત વધતી જાય.
"વૃક્ષવિણ શું થાશે કાલ?" - કડવો કડવો એક સવાલ.
શિવાની કામદાર

No comments: