ઘર મળે
એક નોખું આંગણાનું ઘર મળે,
ભીંત વિના બસ બારણાનું ઘર મળે.
એ મને જોઇને હરખાતા સતત,
એ લીલી સંભારણાનું ઘર મળે.
જિંદગીભર બંધને રખે મને,
એવું નાજુક તાંતણા નું ઘર મળે.
ટોડલે બાંધી પ્રતીક્ષા એમની,
આંખનાં ઓવારણાંનું ઘર મળે.
ઝગમગે તુલસી ને ક્યારે દીવડો,
સાથિયાભર આંગણાનું ઘર મળે.
જ્યાં સતત "આનંદ" છલકે રાતદિન,
પ્રેમ નાં અમી છાંટણાં નું ઘર મળે.
-અશોક જાની
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment