લો, ફરી દિલમાં બેકરારી છે;ચોટ ખાવાની ઈંતજારી છે.
કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,ઋત વસંતોની આવનારી છે.
એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદોએ જ આંખેથી રક્ત ઝારી છે.
મરવું પાછું એ બેવફા ઉપરએ જ શાપિત દશા અમારી છે.
આંખ ઝંખે છે એ જ બદનામી,લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.
થઈ ગયું ચારેકોર અંધારું,જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.
વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,કંઈ તો છે જેની પરદાદારી છે.
- મિર્ઝા ગાલિબ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment