જ્યારે તું છે મારા સંગે,કેમ ના ફરું ના રંગે ચંગે?
હસ્તી પણ હસ્તી નહિ લાગે,હોય ન સાથી જ્યારે સંગે.
પ્રાણ દ ઇને દીપક ઉપર,રોશન કીધું નામ પતંગે!
એક છબી છે લીલા તારી,બાકી બીજરેખાના વ્યંગે!
કેવી ઇન્દ્રધનુષ્ય બને છે,પ્રેમના કેવળ એક જ રંગે!
નિરખું, કેવી ભાત બને છે,સ્નેહસલિલના મસ્ત તરંગે!
દિલનો બ્રાહ્મણ, એ દેવીને-જોઇને બોલ્યોઃ હર હર ગંગે!
સ્પર્શ થયો છે કોનો 'આસિમ'ખુશ્બૂ મ્હેકે અંગે અંગે!
આસિમ રાંદેરી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment