Popular Posts

Tuesday, January 23, 2007

નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,


નયનથી નયન જુઓ ને કેવા ટકરાઇ જાય છે,

છતાંય હૈયાની વાત હોઠ સુધી આવીને કેમ રહી જાય છે.


સામા મળો છો તમે ત્યારે કહેવાનું મન થઇ જાય છે,

પણ કિસ્મત અમારું એવું તમારો રસ્તો જ ફંટાઇ જાય છે.


દિલ મારું કહે છે કે હાલત તમારી પણ આવી જ હશે,

માટે તો હોઠ તમારા પણ સિવાઈ જાય છે.


હિંમત કરીને આવું ત્યાં તો વાત જ બદલાઈ જાય છે,

ચહેરો તમારો જોઇને મારા શબ્દો પણ ખોવાઈ જાય છે.


ભલે હોય હાલત આપણી આવી છતાંય મારું માનવું છે કે,

આ રીતે જ ધીરે ધીરે દિલ સમીપ આવી જાય છે .

Saturday, January 20, 2007

શબ્દની આરપાર જીવ્યો છું......


શબ્દની આરપાર જીવ્યો છું

હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું

વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું

ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ

હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ

આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું

સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે

આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં

હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ,

અદનો શાયર પણસર્વથી શાનદાર જીવ્યો છું...

Wednesday, January 17, 2007

મેં એની પાસે....


મેં એની પાસે ગોવર્ધન જેટલું સુખ,
અનેટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.

મારા કહેવામાં કે એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય.

મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવેહું નથી ભાર ઉપાડી શકતો કે નથી આંગળી કાપી શકતો.

અમને વ્હાલુ મૌન તમારૂ ....


અમને વ્હાલુ મૌન તમારૂ ,
વ્હાલી તમારી વાણી,
ઍક ઝલક માં જોઇ લીધી,
મેં જનમ જનમ ની કહાણી.

જ્યારે સમજીને વાચશે મારી ગઝલો,


જ્યારે સમજીને વાચશે મારી ગઝલો,
એ સમય આવશે, પણ મારા મરણની પાછળ,
વાચશે જ્યારે મહોબ્બત થી છલકતા શેરો,
માનશે કેટલુ એ મારા જીવન ને નિર્મળ્,
એ બિચારા ને ભલા ક્યાથી ખબર પડવાની,
કેટલી મોજ મે લુટી છે પ્રણયના નામે,
રૂપભરપુર જવાનીથી છલકતા જીસ્મો,
આન્ક મા મારા સમાવ્યા છે હ્ર્દય ના નામે,
જ્યારે મુજ શેરોમા જોશે એ નશાની વાતો,
એની આખોમા ફરી વળશે સુરાલયનુ જીવન,
માની લેશે એ મને મસ્ત શરાબી જેવો,
મારી ગઝલોને સમજશે એ મદિરાનુ મનન,
કોણ સમજાવશે મારા તરફથી એને,
મારા જીવનમા વીતી કઈક તરસતી રાતો,
સુકા સુકા ગયા વાદળથી ભરેલા દિવસ,
ખાલી ખાલી ગઈ વરસતી રાતો,
જ્યારે સમજીને વાચશે મારી ગઝલો.
તો ક્ષણિકવાર એ દિલને ભલે બેહલાવી લે,
દુર વહેવારથી છે દુર કલાના સર્જન,
મારી ગઝલોને એ જીવનમા ન અપનાવી લે..

‘એ શું?’!!!!


અચાનક એક દિવસમારુ શમણું ખોવાયું,
મેં એને ઘણું શોધ્યું,ઘણું ય શોધ્યું…
સોનેરી સવારેઅને ઢળતી સાંજે,
ખીલતા ઉપવનેઅને ઘુઘવતા દરિયે,
બસ, શોધતી રહી…ત્યાં સુઘી કે
હું ખુદ ભુલી ગઇ-હું શું શોધું છું?…
અને વર્ષો પછી-તમે અચાનક,સામે આવ્યા,
ને એક હુંફાળા સ્મિત સાથે
હથેળીમાં કંઇ મુક્યું,‘આ લે.. તારું શમણું!’
ને મારાથી અનાયાસ પુછાઇ ગયું‘એ શું?’!!!!


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,


તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,

તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.
તમારી શેરીમાં આવીને પહેલા જોઇ લઉં તમને,

ગમે ત્યાં એ પછી ફંટાઇ જાવાનું મને ગમશે.
જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,

તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.
પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,

તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.
જગતમાં હું તો મોટા માનવીના નામ જેવો છું,

કોઇ પાષાણમાં અંકાઇ જાવાનું મને ગમશે.
તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે ‘બેફામ’,

પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે.

Monday, January 8, 2007

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,


ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,

ક્યારેક એ અમૃત વલોવી જહર શોધીએ છીએ.

કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,

ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.

ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,

કદી દીવો લઇ પેલી નિંદરને શોધીએ છીએ.

વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,

હવે એમનાં દિલમાં મીઠાશ શોધીએ છીએ.

કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,

હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.

Wednesday, January 3, 2007

પત્ર




પત્રશશિકાન્ત!


મારા લગ્નની કંકોતરી આ વાંચજોકંકુ નથી,


મમ રક્તના છાંટા પડ્યા અવલોકજો


એ લગ્નની ચોરી નથી પણ છે ચિતા તૈયાર


રેમમ લગ્ન કરશે કાષ્ટથી પામીશ દુઃખનો પાર રેવાજાં નહીં ત્યાં વાગશે રે !


ગીત કો ગાશે નહીં


રોશે કકળશે સ્નેહીઓ આનંદ વર્તાશે નહી


મીંઢળ સ્થળે શ્રીફળ અને બનશે


વ્હીવાનુ બારમુજ્યુરી મળિ મત આપશે મ્રુત્યુ થયુ છે


કારમુસ્નેહી સગાં તેડાવવા કંકોતરી તાતે લખી


આનંદમાં સૌ આવશે પણ દેખતાં થાશે


દુઃખીએ લગ્નમાં ના આવશો અંતર દુઃખાશે


આપનુમેળાપ ના મ્હારો થશે, દર્શન થશે


ત્યાં રાખનુંઆ ઝેરનુ પ્યાલુ પીતાં અટકાવનારુ કો નહી


જનની જતા આ જગતમાં રે, હાય!


મ્હારુ કો નહીબસ, ઝેરથી આરામ છે એ વીણ પ્યારુ કો નહી


છેસ્વાર્થમય સંસાર જીવડા,


જાણ તારુ કો નહીદિલગીર ના દિલમાં થસો,


આશિષ દે બાળા દુઃખીસદ ગુણી કો કન્યા વરી સંસારમાં થાજો સુખી


જો પ્રેમ મુજ પર હોઇ તો, શશિકાન્ત,


તે વીસરી જજોનિર્ભાગી કન્યા નિર્મળાને કો' દિવસ સંભારજો !

કંકોતરી


કંકોતરી
મારી એ કલ્પના હતી કે વિસરી મને
કિંતુએ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને
ભુલી વફાની રીત, ના ભુલી જરી મને
લ્યો, એના લગ્નની મળી કંકોતરી મને
સુંદર ના કેમ હોય કે સુન્દર પ્રસંગ છે
કંકોતરી મા રુપ છે, શોભા છે, રંગ છે
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ
રંગીનીઓ છે એમા ઘણી ફુલછાબ સમ
જાણે કે પ્રેમકાવ્યની કોઇ કિતાબ સમ
જાણુ છુ એના અક્શરો વરશોના સાથથી
શિરનામુ મારુ કિધું છે ખુદ એના હાથથી
ભુલી વફાની રીત, ના ભુલી જરી મનેલ્યો,
એના લગ્નની મળી કંકોતરી મને
કન્કોત્રિ થી એટલુ પુરવાર થાય છે...
નિષ્ફલ બને જો પ્રેમ તો વેહવાર થાય છે...
જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે...
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે..
. દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે
કન્કોત્રિ નથી આ અમસ્તો વિવેક છે
આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો
આંખો ની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો
મેળાપ ની એ રીત ગઈ ઢંગ પણ ગયો
હું દિલની લાગણી થી હજી પણ સતેજ છુ..
.એ પારકી બની જશે હું એનો એજ છુ...
ભુલી વફાની રીત, ના ભુલી જરી મને
લ્યો, એના લગ્નની મળી કંકોતરી મને

આસિમ હવે વાત ગઈ રંગ પણ ગયો


આસિમ ....
હવે વાત ગઈ રંગ પણ ગયો ,
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
આંખો ની છેડછાડ ગઈ ,વ્યંગ પણ ગયો
મેળાપ ની એ રીત ગઈ, ઢંગ પણ ગયો.

અરમાન લઇને...

અરમાન લઇને...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...એક ફુલ હતુ, એક ફુલ સમો, ખુશ્બુનો ફુવારોં ઉડતો 'તો...કોઇ વાતમાં અમથો હસતો 'તો, કોઇ વાતમાં અમથો રડતો 'તો...ખોટુ તો ઘડીમાં લગી જતુ, છોભીલો ઘડીમાં પડતો 'તો...દુનીયાની સરાણે એ રીતે, જીવનની ઇમારત ઘડતો 'તો...ભાંગેલા જીગરને પુછું છુ, શાને જીવવાને નીકલ્યો 'તો...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...અપમાન સહન કરવાની એક આદત શી પડી ગઇ તી મુજને...નીષ્ફલતા, નીરાશા રોજીંદી બાબત શી બની ગઇ તી મુજને...મયખાને જઇને શુ કરવુ, ત્રુષ્ણા જ મરી ગઇ તી મુજને...લાગ્યુ'તુ મરણ તો મળશે પણ એ આશ ઠ્ગી ગઇ તી મુજને...કઇ રાહ હતી, કઇ રાહ મળી, કઇ રાહ જવાને નીકલ્યો 'તો...અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...દીલવાલાઓ સાથે આ દુનીયાને કોઇ યોગ નથી સંયોગ નથી...આસુંને વહાવી શું કર્વુ? રડવાનો કોઇ ઉપયોગ નથી...મજબુર થઇને હસવુ એ કઇ શોખ નથી, ઉપભોગ નથી...જીવવુ તો પડે છે કારણ કે મરવાના કોઇ સંજોગ નથી...આવ્યો છુ ફરી એ મહેફીલમાં, જે છોડી જવાને નીકલ્યો 'તો...્અરમાન લઇને દુનીયાની ચોખટમાં જવાને નીકલ્યો 'તો...કઇ હું ય બનુ, કઇ હું ય કરુ, કઇ એવુ થવાને નીકલ્યો 'તો...

એની તો વાત જ શી કરૂ?

એની તો વાત જ શી કરૂ? એને મહાન શિલ્પી દ્વારા કંડારાયેલી આરસની પ્રતિમા કહુ કે પછી કોઇ ચિત્રકાર દ્વારા અપાયેલા રંગોની છટા! એ તો ગુલાબની ખીલું-ખીલું થતી કળી પરના ઝકળના બુંદ જેવી છે. એને હું શ્રાવણના પહેલા વરસાદનું નામ આપુંકે પછી કોઇ પાગલ કવિ દ્વારા રચાયેલી કવિતાના પ્રથમ શબ્દનું. જ્યારે તે પોતાના વાળની લટોને વીખે છે ત્યારે ખુસ સુર્ય પણ આથમી જવા માટે મજબૂર થાય છે. શ્રાવણના ગરજતા વાદળોમાં પુરાયેલી કાળી શાહી તેની ઝુલ્ફો પાસેથી ઉધાર માંગેલી લાગે છે.એના વાળ્ની સુંવાળપ જોઇને રેશમની આંટી પણ પ્રતિસ્પર્ધી બનવા માટે ખચકાય છે. આંખો તો બિલકુલ એક હરણબાળ જેવી છે પરંતુ તેની આંખોની માદકતા જોઇને ગર્જના કરતો ભૂખ્યો સિંહ પણ એકદમ શાંત પડી જાય.આંખોમાં પડતી આછા ભૂરા રંગની ઝાંય એટલી ગહનતા સૂચવે છે કે કોઇ શીઘ્ર કવિ પણ પોતાની હાર કબૂલી લે. પરવાળા શા હોઠ જોઇને એમ જ થાય કે કમળની બે કળીઓ એકબીજા સાથે લપેટાયેલી છે કે શું? તેના ગાલની નરમાશ તો મખમલને પણ ભુલાવી દેવા માટે સક્ષમ છે. કદમ્બના વૃક્ષોની ડાળીઓને આટલો સરસ આકાર કેવી રીતે મળ્યો? આ પ્રશ્નનો ઊત્તર તેના બાહુને જોઇને મળી જાય છે. તેનો કટિપ્રદેશ જોઇને નદીઓના સુંદર વળાંકોનું રહસ્ય છતું થઇ જાય છે તે જ્યારે હસે છે ત્યારે ફૂલો પણ ભોંઠપ અનુભવે છે. જ્યારે શરમાય ચે ત્યારે ચૈત્ર મહિનામાં પણ શ્રાવણની આહલાદકતા અનુભવાય છે. તે જ્યારે પોતાના સુંવાળા હાથોથી વાળની લટોને સરખી કરે છે ત્યારે હવાની દિશા પણ ફંટાઇ જ્યા છે. તેની લચકતી ચાલ ખુદ સમયને થંભી જવા માટે આહવાન કરે છે હવે મારા દોસ્ત! તું જ કહે કે મારા જેવો નિર્બળ હ્રદયનો માનવી આટઆઅટલા પ્રહારો કેવી રીતે સહન કરી શકે?

તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશે


તારા વિના હે સખી કેવું મારૂં જીવન હશે

સળગતા રણની વચ્ચે તરસ્યુ એક હરણ હશે

સદા બહાર વસંતમાં પર્ણો ખેરવતું વન હશે

કે શબ્દોના તાલમેલ વિનાનુ નિરસ કવન હશે

કોરમના સંગાથ વિનાનો શુષ્ક પવન હશે

અથવા ખંડેરમાં ફેરવાયેલ અનામી ભવન હશે

બહારથી ઠરેલ, ભીતરથી જલતી અગન હશે

ચોક્કસ ધરતીની રહેમ નજર તરસતુ ગગન હશે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશદિવસે પણ તને સપના દેખાડી જઇશજિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તુંતારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશજીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશતારા જીવનનો મારગ ભલેને હો કાંટાળોપગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશએકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટેઆંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશદાવાનળ લાગતા પછી વાર નહી લાગે તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

best photograph of 2005

mahadev from M'DeV

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ

પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમહાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વારછેક સપનામાં આવીને મને પકડે છે સનમશરાબી નથી છતાં એક પછી એક ઊપાડુંનશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ"હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?"જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમરૂપ થકી આંખમાં, શબ્દ થકી કાનમાંયાદ થકી લોહીમાં ઘળકે છે સનમએક રાઝની વાત કહું? કોઇને કહેશો મામારી કલમમાં રહી ગઝલો લખે છે સનમ

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છે

તારા વિના એક ક્ષણ પણ જીવવું મુશ્કેલ છે ન જો હોય સાથ અંતિમ પળમાં, મરવું મુશ્કેલ છેપળભરનો વિયોગ તારો કરી ન શકું સહનરૂંધાય છે મન મારું શ્વસવું મુશ્કેલ છેભલે તુ એક જ કહે નિર્ણય છે મારો સાચોછો ને દુનિયા દુશ્મન થતી, ડગવું મુશ્કેલ છેતારુ જો હોય પીઠબળ તો છું હું વિંધ્યાચળછો ને સમયની ઠોકર વાગતી, ખસવું મુશ્કેલ છે

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ

જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓએક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છેતને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગીએક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છેદિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છેતારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાંલિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છેસારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાંતારા હાથમાં એક રેખા મારા નામની છેદિલની વાત કહું કે નહી? એ મુંઝવણમારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છેએટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશેકહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા

અરે કપડા ખંખેરવા રહેવા દે મારાગઝલો વાળવાનો મારી પાસે સમય નથીગઝલોના ટુકડા વાગી જશે તને બાકી ના પાડવાનો મારો કોઇ આશય નથીસાતેય સુરોને પાલવની સાથે બાંધીને લઇ ગઇઅને હવે કહે છે કે મારી ગઝલોમાં લય નથીભર જુવાનીમાં જલદ વિરહ પચાવ્યો છે છતાંક્યારેક જાણી જોઇને કહે છે, ગઝલો લખવાની વય નથીતારા અસ્તીત્વને વણી લીધુ છે ગઝલોના શબ્દોમાંતારાથી અળગા થવાનો હવે મને કોઇ ભય નથીથોડી ઘણી ગઝલો અને આ કોમળ હૈયુંએ સિવાય વિશાલ પાસે બીજું કશુંય નથીક્યારેક તો જીતી લઇશ તારશ્ હ્રદયનાં અભેદ્ય કિલ્લાનેસાચું જ કહ્યુ છે, દુનિયામાં કંઇ જ અજેય નથી

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણું

તમારા જલવા વિશે અમે પણ સાંભળેલુ છે ઘણુંબોલો, વાદળ વિના વરસાદ ક્યારે વરસાવો છો?ચોધાર આંસુઓ પાડે છે વસંત જવાથી બિચારા,બોલો અહીં પધારીને ફૂલોને ક્યારે હસાવો છો?એકવાર કહી દો તમે, સામી છાતીએ ઘા ઝીલશુંબોલો અમારા વેણ અજમાવવા ક્યારે પોરસાવો છો?સાંભળ્યુ છે સ્ત્રીઓને પાસાદાર રત્નોનો લગાવ હોય છે.બોલો અમારા દિલના ટુકડાને ક્યારે ઘસાવો છો?હારી જઊ એટલે જ તો સઘળુ દાવ પર લગાડેલ છે.બોલો પ્રેમના કાતિલ ષડયંત્રમાં ક્યારે ફસાવો છો?તમારા આશિકો ઘણા હશે અમારા જેવા નહી મળેબોલો જિંદગીભર આપના દિલમાં ક્યારે વસાવો છો?

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છે

તમારી સાથે જ મારી તકદીર જોડાઇ હોય એવું લાગે છેતમારા જ ત્રાજવે મારી જિંદગી તોળાઇ હોય એવું લાગે છેમન બેચેન રહ્યા કરે છે તમારી મુલાકાત પછીતમારે જ આંગણ મારી પ્રીતડી ખોવાઇ હોય એવું લાગે છેપ્રત્યેક ક્ષણે મારો સાથ દીધો પડછાયા માફકતમારા જ પ્રતાપે મારી હિંમત ગવાઇ હોય એવું લાગે છેઅહીં તમે, તહીં તમે જ્યાં જુઓ ત્યાં તમે જ તમેતમારી જ યાદ માનસપટ પર છવાઇ હોય એવું લાગે છે

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોય

આમ તો અજનબી છતાં થોડી ઓળખાણ હોયએ આંખોને આ આંખોની થોડી પીછાણ હોય ખોબલે ખોબલે ઉલેચી લે ભલે એ મારા શ્વાસોનેએ બહાને મારા શ્વાસને સ્પર્શની થોડી લ્હાણ હોય સવાર ઊગતા જ તારોડીયાને બસ જવા દીધાધરતીના ચંદરવાને એની થોડી તાણ હોય?લૂંટાવતી ફરે છે એ પુષ્પને,પંખી, પતંગાનેખોટું ઠર્યુ એ વિધાન પ્રેમની થોડી ખાણ હોય?ભલેને વર્તે એ જાણે ના હોય કશી ખબરખુદા કરે, મારા પ્રેમની એને થોડી જાણ હોય

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?

પ્રેમમાં પડનારને શા શુકન શા અપશુકન?મુલાકાતની "કાળ"માં જ શરૂઆત થઇ હતીતમારી વાહવાહના સમ છે દોસ્તોરસ્તામાં પણ બિલાડી આડી ઉતરી હતીઅમે ધર્યો ખાલી ખોબો એમના તરફતેમણે ખુલ્લા દીલથી યાદોની લ્હાણી કરી હતીબોલાઇ જાય જો થોડું ન ગમતું મારાથીનજરોની બે-ત્રણ જાસા ચિઠ્ઠી મળી હતીભલેને પછી એ કચરાપેટીમાં ગઇ હોય મારી ભેટ એના હાથને તો અડી હતીવર્ષો જૂની ઇચ્છા આજે પુરી થઇ મ્હારીએની સૂરતને કેમેરામાં કેદ કરી હતીજતી વેળા "મંથન" આગળ ન એક શબ્દદિલમાં વણઉકેલ્યા સવાલોની કતાર છોડી હતી

યાદી ભરી ત્યાં આપની

યાદી ભરી ત્યાં આપનીજ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!માશૂકોના ગાલની લાલી મહીં લાલી,અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?આશકોના રાહની જે રાહદારી આપની!જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકીસુરા પીતાં જે મારાથી ઢોળાય છે સાકીમને એમાં હજારોની તરસ દેખાય છે સાકીઅસર આવી નથી જોઇ મેં વષૉની ઇબાદતમાંફકત બે જામમાં તુતૅ જ જીવનબદલાય છે સાકી.

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી!હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકીસુરા પીતાં જે મારાથી ઢોળાય છે સાકીમને એમાં હજારોની તરસ દેખાય છે સાકીઅસર આવી નથી જોઇ મેં વષૉની ઇબાદતમાંફકત બે જામમાં તુતૅ જ જીવનબદલાય છે સાકી.

તારી દેખતી મા ના આશીર્વાદ.

એમનું નામ અન્નામ નારાયણન. ગોકુલદાસ વિદ્યાલય માં શિક્ષિકા. કઈ કેટલી તડકી-છાયડી જોઈ છે એમણે એમના જીવન માં, કેટકેટલાં અનુભવોનું ભાથું તેમણે બાંધ્યુ છે. બાકી જન્મથી જ અંધબાળકની વ્યથા, એની તકલીફો નજરની સામે જ જોઈને આવતી કાલ માટે દીકરાને સજ્જ કરવો એ કામ નાનું સુનું તો નથી જ. એ જાણતાં હતા કે મક્કમ થઈને ગોવિંદને એ રીતે તૈયાર કરવો પડશે કે પોતાનો રસ્તો એ પોતે જ શોધી લે. ખુલ્લી સડક ઉપર ઊભા રહીને ગોવિંદે આજીજી ન કરવી પડે ‘કોઈ આ આંધળા ને રસ્તો પાર કરાવો.’ એણે કોઈને કહેવું ન પડે કે ‘દયા કરો હું આંધળો છુ.’
ગોવિંદ આજે પગભર છે. રજાઓમાં ઘરે મા ની પાસે જરૂર આવતો. હંમેશા અમ્માના ચરણ-સ્પર્શ કરીને જ ઘરની બાહર પગ મુકે. આજે પણ રોજની માફક એણે ચરણ સ્પર્શ કર્યો અને અમ્માને લાગ્યું કે ગોવિંદ સ્પર્શની ભાષામાં કશુક વાંચી રહ્યો છે. એના આંગળા જાણે બ્રેઇલ લીપી વાંચતા હતાં અને અમ્માના શબ્દો એનાં કાન માં પડઘાતા હતા -‘શ્વાસમાં છે ટેરવાંનું દળ કટક,પુષ્પને પામી શકું રંગો વગર.સપ્તરંગી મારાં આકાશો નથી,ઊડતાં શીખ્યો છું હું પાંખો વગર’
એ વખતે ગોવિંદ ચાર મહિનાનો હતો. એના પપ્પા હાથમાં ઘુઘરો લઈને એની આજુબાજુ ફરતાં ફરતાં એનું ધ્યાન પોતાની તરફ દોરવાનો અથાગ પ્રયત્ન કરતા પણ ગોવિંદ બીજે જ જોયા કરતો. ડોક્ટરને પુછ્યું તો ‘અરે એવું નહીં કરતા કોઈક વખત છીંક આવી જશે ને તો એની આખો કાયમ માટે ફાંગી થઈ જશે.’ તરત જ ઘુઘરો ફેંકી દીધો. ગોવિંદ ઘુંટણીયે ચાલતો થયો…અને ગબડતો થયો. અન્નામને મનમાં ઊંડે ઊંડે ડર લાગ્યો પણ ‘ના…. ના… એવું કાંઈ નથી’ કહીને ડરને ભગાડ્યો.ક્રિષ્નનને ખાત્રી થઈ ગઈ કે ‘એવું જ છે, કોઈ સ્પેશીયાલીસ્ટને બતાવવું જ જોઈયે.’‘હજુ તો ચાર મહીનાનો છે .ડોક્ટર પણ કંઈ ન કહી શકે.’
આમ બીજા ચાર મહીના વીત્યા.પણ પછી તો સ્પેશ્યાલીસ્ટ પાસે ગયા વગર જ બંન્નેએ સમજી લીધું કે એમના ગોવિંદને આ જન્મ અંધારામાં જ વીતાવવાનો છે. ક્રિષ્નનની ટાટા ઓઈલ મીલની નોકરી એને નવરો પડવા જ ન દેતી. સતત બાળકના ભૂત-વર્તમાન અને ભવિષ્યના વિચારો એને આવ્યાં કરતા પણ ત્યારે અન્નામ ધીરજ અને પ્રેમથી બાપ-દિકરાને સાચવી લેતી. ધીરજ બંધાવતી કે ‘હું મારા ગોવિંદને એટલું ભણાવીશ…એટલું ભણાવીશ કે એ કોઈનો ઓશિયાળો નહીં રહે.’ આમ કહેતી વખતે એને પણ રસ્તો તો નહોતો જ સુજતો પણ એનું મનોબળ મક્કમ હતું.
બે-અઢી વર્ષનો થયો પણ ગોવિદને તો અંધારા-અજવાળા બધું જ સરખુ. મા-બાપ એને રેઢો મૂકતાં જ નહી. ધીરે ધીરે એની જરૂરીયાતોને સમજીને ખુબ જતનથી દરરોજની ક્રિયાઓ શીખવી. જુદાંજુદાં અવાજો, આકારોને હવે ગોવિંદ ઓળખવા લાગ્યો. આંખ ન હોવા છતાં અમુક ગંધને પારખી શકતો. સ્પર્શથી મા-બાપ અડોશી-પડોશીને ઓળખતો થયો પણ હજુ તો મંજીલ દૂર હતી.
આટલાં વર્ષોની સ્કુલની નોકરીમાં ક્યારેય ન થયો હોય એવો એક પ્રસંગ તે દિવસે બન્યો.‘મારા દિકરાને તમે ઘરે ટયુશન આપશો?’ આમ પૂછતાં એક સજ્જન સ્ટાફ રૂમમાં આવ્યાં. અન્નામના સિદ્ધાંત વિરુદ્ધની આ વાત હતી.‘કેમ સ્કુલમાં સરખુ નથી ભણાવતાં કે પછી તમારા સુપુત્ર ને ભણવું ગમતું નથી?’‘એ જન્મથી અંધ છે ને એટલે બ્લાઈન્ડ સ્કૂલમાં દાખલ કર્યો છે.’ અન્નામના શરીરમાંથી આછી ધ્રૂજારી પસાર થઈ ગઈ. એની નજર સામે પોતાનો ગોવિંદ દેખાયો.‘મારો છોકરો બહુ જ હોશીયાર છે અને તમારા પાસે ભણવા મળશે એ એનું અને મારૂ સદ્દભાગ્ય.’અન્નામ મનમાં વિચારવા લાગી કે કદાચ ગોવિદના ભાવી માં પણ આ જ લખ્યુ હોય તો ? અંધ બાળકને ભણાવવાનો અનુભવ પહેલી વારનો જ હોય. અન્નામ પોતાની જાતને માનસીક તૈયાર કરવા લાગ્યા. સ્કુલમાં ઈતિહાસના ટીચર, પણ આમ બધા વિષય શીખવી શકવાની ક્ષમતા.
પાંચ માં ધોરણમાં ભણતો સ્વામી, દફ્તર લઈને પોતાના બાપની સાથે નારાયનન ને ત્યાં આવ્યો. જોઈ નથી શકતો એ જો જાણતા ન હોઈએ, તો થાપ ખાઈ જવાય એવી ચપળતા હતી એનામાં. અન્નામને ગોવિંદનું ભવિષ્ય દેખાયું. પણ આ શું આ કેવા ચોપડા છે એના ? સ્વામીની નોટબૂક, તેની પેન્સીલ, રબર, રૂલર, બધું જ જુદું. એના ઉપર નાના અનેક ટપકાં જોઈને એમને લાગ્યું આ તો દરરોજ સવારના આંગણા માં રંગોળી પૂરવા હુ કરું છુ એવું લાગે છે.‘ચાલ, તને હું નોટ્સ લખાવું છું એ લખવા માંડ.’ એ બોલતાં ગયા અને સ્વામી કંઈક ગજબની ઝડપથી લખતો ગયો પણ એના તો અક્ષર પણ કંઈક જુદા જ લાગ્યા. જાણે શોર્ટ-હેન્ડમાં લખ્યું હોય !’ આ તેં શું લખ્યું?’‘આ મારી લીપી છે.’
બસ આ હતી અંધજનોની લીપી બ્રેઈલ સાથે અન્નામની પહેલી ઓળખાણ. સ્વામીએ અમ્માને સમજાવ્યું કે એ લખે છે એ પેન ને ‘સ્ટાયલસ’ કહેવાય, એનું રબર લાકડાંનુ છે. મનમાં ઘણાં સવાલો ઉઠતાં કે અંધની લીપી માં ‘હીટલર’ શી રીતે લખતાં હશે ?
આ બધું વીસ વર્ષ પહેલાં બન્યું હતું. ગોવિંદને ભણાવવાનો રસ્તો એમણે શોધી લીધો. સાંજના પોતાની સ્કુલમાંથી છુટી આ શિક્ષિકાએ દિકરાને ભણાવવા પોતે ભણવા માંડયું. ‘નેશનલ એસોસીએસન ફોર ધ બ્લાઈન્ડ’ ની નજીકની શાખામાં જવા લાગી, જન્મજાત પ્રજ્ઞાચક્ષુ સંતાન માટે મા ભણવાં બેઠી. એસોસીયેસનમાંથી એને એક ચોપડી અને વાયર જોડેલું એક ટાઈપરાઈટર ઘરે લઈ જવા આપ્યા. ફક્ત છ જ ‘કી’ અને એક ‘સ્પેસબાર’ વાળા આ ટાઈપ મશીનમાં અક્ષરની કોઈ ‘કી’ નહોતી આ ટાઈપરાઈટર માફક વપરાતું ‘બ્રેઈલર’ હતું. અમ્માએ એમની જીદંગીમાં ક્યારેય ટાઈપ રાઈટર વાપર્યું ન હતું. ‘બ્રૈઇલી’ માં રૂપાંતર થયેલા ઈંગ્લીશ-હિંદી બારાખડી નું એક પુસ્તક શરૂઆત કરવામાં કામ આવ્યું. જ્યારે અન્નામે ટાઇપ કરીને પહેલું પાનુ પુરું કર્યુ ત્યારે ગોવિંદને પ્રેમથી બચ્ચી કરીને ઉંચકી લીધો.
બસ, ત્યારથી લઈને આજ પર્યંત અન્નામ એ મશીન ઉપર ટાઈપ કરતાં જ રહ્યા છે. પોતાના અંધ પુત્ર જેવાં અસંખ્ય નેત્રહીનો માટે એમની આંખ અને આંગળીઓ ચાલતી જ રહી છે. તે દિવસે ગોવિંદ પગે લાગીને ઊભો થયો. અન્નામે હાથમાં એક કાગળ મૂકતાં કહ્યું : ‘બેટા કદાચ તું પાછો રજામાં ઘરે આવે ત્યારે હું આ દુનિયામાં ન હોઉ. આ એક દેખતી મા નો કાગળ…આંધળા દિકરા ને… વાંચજે અને તારી મા ને યાદ કરજે, શરત એટલી કે યાદ કરીને રડીને બેસી ન રહેતો. હંમેશા બીજાને મદદ કરજે. મારા તને આશીર્વાદ છે.
ગોવિંદે કાગળની ગડી ખોલી.
‘આભાર માનું ? તારું ઋણ ચુકવવા આવતાં જન્મમાં ફરી મા-દિકરા બની ને જ જન્મ લઈએ પણ હું ગોવિંદ અને તું મારી મા તરીકે અવતરીયે. મા તો દિકરા ને બધું જ આપે પણ દિકરો માને શું આપે ? દ્રષ્ટિવિહીન છતાં તેં તો મને મંજીલ આપી છે.
હું તારે માટે ‘તારી લીપી’ માં બ્રેઈલમાં ટાઈપ કરતાં શીખી અને પછી તો મને નવો રાહ મળ્યો. તારા જ્ઞાન માટે મેં અસંખ્ય પુસ્તકો વાંચ્યાં, દિવસ રાત વાંચતી રહી અને તને કામ આવે એવું બધું ટાઈપ કરતી રહી. મારી સ્કુલની લાયબ્રેરી, છાપાંઓ, ફુટપાથ પર વેચાતી ચોપડીયો બધું જ વાંચતી રહેતી. તારા નોલેજ માટે તારા પપ્પાની મદદને તો કેમ ભુલાય ? નોકરી પરથી આવીને રાતનાં મોડે સુધી એ વાંચતા જતા અને હું ટાઈપ કરતી.
ધીરે ધીરે મારી સ્પીડ વધી અને હું દરરોજના 15-20 પેજીસ પુરા કરતી. તારા પિતાશ્રીના મરણ પછી એક દિવસ બારી માં થી એક પોસ્ટ-કાર્ડ ઊડીને મારી કાળા કવર વાળી ડાયરી ઉપર પડ્યું. સાઈંબાબાનો ફોટો અને પાછળ લખેલું વાક્ય મને હંમેશા યાદ રહે એટલે મારી ડાયરીમાં જ મુકી રાખ્યું. સવારના ડાયરીમાં થી એ પોસ્ટ-કાર્ડના દર્શન કરી કામ ચાલુ કરતી. જેમાં લખ્યુ હતું ‘Holier are the hands that help then lips that pray’
હવે આ હાથમાં તાકાત નથી રહી પણ ભૂતકાળની એકેક પળનો હિસાબ છે મારી પાસે. કંઈ કેટલી સંસ્થાઓ, બ્લાઈન્ડ સ્કુલો ઘણા બધાં અંધ વિદ્યાર્થીઓ માટે હું એક પાઈ પણ લીધા વગર બ્રેઇલ ટાઈપ કરી આપતી.. એક કોરો કાગળ એક રૂપિયાનો થાય અને એક પણ કાગળ બગડે એ ન પોસાય એટલે એક પણ ભૂલ ન પડે તેનું ધ્યાન રાખતી. ઘણાંયે અંધ વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર ટાઈપ કરતી પણ કોઈ જવાબ ખોટો લખાવે તો પણ હું ફક્ત એટલું જ કહેતી કે ફરી એક વાર વિચારીને જવાબ લખાવો. બિચારા નાપાસ ન થાય ને એટલે જ. મારી આ સેવા યજ્ઞનો અગ્નિ તારા નિમિત્તે જ પ્રગટ્યો છે અને એ જ તારું માતૃતર્પણ. મારા પ્રજ્ઞાચક્ષુ દિકરા, અંધ હોવા છતાં તેં મારી પ્રજ્ઞા જગાડી છે. સુખી થાઓ.
લિ.તારી દેખતી મા ના આશીર્વાદ.

It is hard to believe that a man is telling the truth when you know that you would lie if you were in his place.

It is hard to believe that a man is telling the truth when you know that you would lie if you were in his place.
There are no shorcuts to any place worth going.
The next time is always now.
Every thing is funny as long as it is happening to somebody else.
Laugh, and the world will laugh with u. Cry, and u cry alone.
Research is what i m doing when i don`t know what i m doing.
Freedom is not worth having if it does not include the freedom to make mistakes.
The true measure of man`s wealth is in the things he can afford not to buy.
To live a creative life, we must lose our fear of being wrong.
When life knocks u down, try to land on your back. If you can look up, you can get up.
Even if you are on the right track, you won`t get anywhere if you keep standing still.
Live every day as if it were your last day and one day you will be right.
If one dream should fall and break into a thousands of pieces, never be afraid to pick those pieces up and begin again.
Giving up doesn`t always mean that you are weak, sometimes it means you are strong enough to let go.
The worst loneliness is not to be comfortable with urself.
A lot of people approach risk as if it`s the enemy when it`s really fortune`s accomplishment.
The true measure of a man is how he treats someone who can do him absolutely no good.
Be the change you want to see in the world.

NEVER LOOSE HOPE ...

NEVER LOOSE HOPE ...

Albert Einstein did not speak until he was 4 years old, and didn`t read until he was 7. His teacher described him as 'mentally slow, unsocialable and adrift forever in foolish dreams'. Einstein reshaped our perception of how universe operates.
Before he was elected to the presidency, Abraham Lincoln lost nine public elections, declared bankruptcy twice, and weathered a nervous breakdown and the death of his fiancee. His qoute is "You can never fail unless you quit"
Thomas Edition tried 2,000 different material in search of a filament for the light bulb. When none of them worked out, his assistant complained, "All our work is in vain. We have learned nothing". Edison replied confidently,"Oh, we`hv learned a lot. We now know that there are 2,000 elements which we cannot use to make a bulb."
Walt Disney was fired by a newspaper editor for his lack of ideas. He also went bankrupt several times before he built DisneyLand.

NEVER LOOSE HOPE ...

NEVER LOOSE HOPE ...

Albert Einstein did not speak until he was 4 years old, and didn`t read until he was 7. His teacher described him as 'mentally slow, unsocialable and adrift forever in foolish dreams'. Einstein reshaped our perception of how universe operates.
Before he was elected to the presidency, Abraham Lincoln lost nine public elections, declared bankruptcy twice, and weathered a nervous breakdown and the death of his fiancee. His qoute is "You can never fail unless you quit"
Thomas Edition tried 2,000 different material in search of a filament for the light bulb. When none of them worked out, his assistant complained, "All our work is in vain. We have learned nothing". Edison replied confidently,"Oh, we`hv learned a lot. We now know that there are 2,000 elements which we cannot use to make a bulb."
Walt Disney was fired by a newspaper editor for his lack of ideas. He also went bankrupt several times before he built DisneyLand.

વરસાદમાં ઝબકોળાયેલાશહેરની

વરસાદમાં ઝબકોળાયેલાશહેરની વચ્ચે ઊભો છુંહું--કોરોકટ્....મારા હિસ્સાનું આકાશ તોપોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈપંખી.હથેળીમાં થીજેલું વાદળ લઈહુંભટક્યા કરું છુંહવેમારા હિસ્સાના સૂર્યનેશોધવા.... .......................
.....પ્રેમ એટલે કેપ્રેમ એટલે કે,સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.સ્વપ્નમાં પળાય એવો કાયદોપ્રેમ એટલે કે,તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલોક્યારે નહીં માણી હો,એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.પ્રેમ એટલે કે,સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,એક છોકરીને તે શ્યામવર્ણીવાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણીપ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોયછે મુશાયરોપ્રેમ એટલે કે...-મુકુલ ચોક્સી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.એવી તો બેદિલીથી મને માફ ના કરો,હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ- મરીઝ

ચાહવામાં કશું ખોઇ બેઠાં

ચાહવામાં કશું ખોઇ બેઠાંહતા બે’ક આંસુ અને રોઇ બેઠાંકર્યુ વ્હાલથી મેંશનું તેં જે ટપકુંઅમે ડાઘ ધારી અને ધોઇ બેઠાંબધા શે’ર તારી સ્તુતિ થઇ ગયા છેઅમે આ ગઝલમાં તને જોઇ બઠાંહશે એમને કેટલો તારો આદરબધા વ્રુક્ષ ઊભા! નથી કોઇ બેઠાંસમય પણ તેં આપી દીધો’તો મિલનનોઅમે પણ ખરા, એ સમય ખોઇ બેઠાં

બાહ્ય દેખાવથી દુનિયાને ઠગી જાણે છે.

બાહ્ય દેખાવથી દુનિયાને ઠગી જાણે છે.જેઓ સમજી નથિ સક્તા એ હસિ જાણે છે.મારી આશાઓ બધી ખાકમાં મળવા લાગી,જ્યારે જાણ્યું કે તું નિરાશ કરિ જાણે છે!શું હશે ભાગ્યમાં મારા એ મને કહેશો મા,વેદનાઓ જ ફક્ત સાચી પડી જાણે છે.આ જીવન વ્હેણમા હું હળવો બનીને રહું છુ,હોય છે ચીજ જે હલ્કી એ તરી જાણે છે.થાય છે મારી મુસિબતમાં ઉમેરો જ્યારે,મારા મિત્રો કોઇ ઉપકાર કરી જાણે છે.તેઓ કેમ આવશે એની હો મને શી ચિન્તા?કેમ સાગરનું મિલન થાય એ નદી જાણે છે.પ્રગતિ કોણ કરે છે આ જગતમાં ઓ "નઝીર"?હા, કક્ત દર્દ છે જે રોજ વધી જાણે છે.

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી

અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથી *સીરતીછે મને વરસોથી આ તકલીફ ,અણધારી નથી.થઈ ગઈ રોજિન્દી ઘટના એટલે ભારી નથી.દિલ વિના મે કોઇનીયે વાત ગણકારી નથી.અય હકીમો જાવ, દુનિયામાઁ દવા મારી નથી.હુઁ ઈશ્કનો બીમાર છુઁ ,બીજી કઁઈ બીમારી નથીતઝ્મીન:_સૈયદ ‘રાઝ’ નવસારવી.કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,શાયરીમાઁ ,‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.*સીરતીશાયરીમા સાથ ઊસુલો તણો છોડયો નહીઁ.નેખુમારી ને ખુદીનો જામ પણ તોડયો નહીઁ.જીઁદગીના ભવ્ય દર્પણ ને કદી ફોડયો નહીઁકોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી દોડ્યો નહીઁ,શાયરીમાઁ ‘સીરતી’ની ભવ્યતા અણનમ રહી.તઝ્મીન: *વફામને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.*સીરતીહવે તો આંખ પણ છે ગઈ રહી શાયદ જલન માટે.બધા દરિયા હવે ખાંગા અહીઁ અગ્નિ શમન માટે.તમે વિઘ્નો તો ન નાંખો અમારા આ મિલન માટેમને ઓ પ્રેમ ! પાંખો આપ સત્વર ઉડ્ડયન માટે.અહીઁ દિલની ધરા તૈયાર બેઠી છે ગગન માટે.તઝ્મીન:*વફાએ તડ્પ _મુહમ્મદઅલી ભૈડુ’વફા’ગઝલએતડપ હૈયાઁ તણી છે ,કોઈ બીમારી નથી.એઅલગ છે

Tuesday, January 2, 2007

તમારાં અહીં આજ પગલાં થવાનાં,

તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થૈ ગઇ છે.ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થૈ ગઇ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છેકળી પાંદડીઓના પડદે રહીને,ખરું જો કહી દઉં તો વાતાવરણ પરતમારાં નયનની અસર થૈ ગઇ છે.
બધી રાત લોહીનું પાણી કરીનેબિછાવી છે મોતીની સેજો ઉષાએ,પધારો કે આજે ચમનની યુવાનીબધાં સાધનોથી સભર થૈ ગઇ છે.
હરીફોય મેદાન છોડી ગયા છેનિહાળીને કીકી તમારાં નયનની,મહેકંત કોમળ ગુલાબોની કાયાભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી -કરે છે અનિલ છેડતી કૂંપળોની,ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,પુરાણા મલાજાથી પર થૈ ગઇ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.
- ગની દહીંવાલા ( 17-08-1908 : 05-03-1987 )

જુદી જિંદગી છે મિજાજે - મિજાજે;

જુદી જિંદગી છે મિજાજે - મિજાજે;જુદી બંદગી છે નમાજે - નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?જુદા છે મુસાફર જહાજે - જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,છે સૂરો જુદેરા રિયાજે - રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,છે શબ્દોય જુદા અવાજે - અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,છે મૃત્યુય જુદાં જનાજે - જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,જુદી પ્રીત જાગે મલાજે - મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?જુઓ, બદલે દુનિયા તકાજે - તકાજે.

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,

હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,નામ ની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.
થોક થોક લોકો ની વચ્ચે હવે નથી ગમતું મળવાનું,ઢેલ સરીખુ વળગુ ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો.
એકલતાનુ ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા,મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો જાન લખી દો.
બહુ બહુ તો બે વાત કરી ને લોકો પાછા ભુલી જાશે,નામ તમારું મારા નામ ની પાછળ ખુલ્લે આમ લખી દો.
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો,નામની સાથે સાથે સાજન, સરનામુ પણ ખાસ લખી દો.

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,

દિવસો જુદાઇના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,મને હાથ ઝાલીને લઇ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી,અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શક્યું સુમન, પરિમલ જગતના ચમન સુધી,ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જિંદગી ! કહો એને પ્યારની જિંદગી,ન રહી શકાય જીવ્યા વિના ! ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો, હે અશ્રુઓ, ધૂળમાં,જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઇએ જીવન સુધી.
જો હ્રદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી;અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.
કોઇનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.
અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી;કરી લીધી જીવન, તારી તરફદારી કરી લીધી.
ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાનીમાં ?અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.
મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા,વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી.
ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે ?ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.
કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.
મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.
હવે મિત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ‘ઘાયલ’અમારે વાત કરવી હતી પ્યારી, કરી લીધી.

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;

વ્યર્થ દુનિયામાં પ્રણયને આંધળો કહેવાય છે ;તું નયન સામે નથી તોપણ મને દેખાય છે.
જ્યાં જુઓ ત્યાં બસ બધે એક જ વદન દેખાય છે ;કોઇને એક વાર જોયા બાદ આવું થાય છે.
એમ તો એનું અચાનક પણ મિલન થઇ જાય છે ;શોધમાં નીકળું છું ત્યારે જ એ સંતાય છે.
આવ મારાં આંસુની થોડી ચમક આપું તને,તું મને જોઇને બહું ઝાંખી રીતે મલકાય છે.
એટલે સાકી, સુરા પણ આપજે બમણી મને,મારા માથા પર દુઃખોની પણ ઘટા ઘેરાય છે.
હોય ના નહિ તો બધોય માર્ગ અંધારભર્યો,લાગે છે કે આપની છાયા બધે પથરાય છે.
હું કરું છું એના ઘરની બંધ બારી પર નજર,ત્યારે ત્યારે મારી આંખોમાં જ એ ડોકાય છે.
પ્યાર કરવો એ ગુનો છે એમ માને છે જગત,પણ મને એની સજા તારા તરફથી થાય છે.
છે લખાયેલું તમારું નામ એમાં એટલે,લેખ મારાથી વિધિના પણ હવે વંચાય છે.
છે અહીં ‘બેફામ’ કેવળ પ્રાણની ખુશ્બૂ બધી,પ્રાણ ઊડી જાય છે તો દેહ પણ ગંધાય છે.

એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે;


એક જ દશાનાં દૃશ્ય બે આંખો ને તીર છે;
એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.

દેખાવમાં તો હાથની થોડી લકીર છે;
પણ એ જીવનની જાળના સૌએ અસીર છે.

ચંચળ નજરનાં એમ તો બેચાર તીર છે;
પણ તારું તીર એ જ છે જે દિલમાં સ્થિર છે.

દુઃખ એ જ છે કે કોઇ અહીં હમસફર નથી,
નહિ તો આ રાહના તો ઘણા રાહગીર છે.

કોઇ મને પછાડવા કોશિશ કરો નહીં,
જેને હજાર હાથ છે એ દસ્તગીર છે.

ફેલાવવા ન દેશો કદી હાથ એમને,
રાખે છે મુઠ્ઠી બંધ એ સાચા ફકીર છે.

ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું,
મારામાં એક કૈસ છે તો કબીર છે.

જગને બતાવવામાં હવે રસ નથી
મનેપહેલાં હતું જે એ જ હજી પણ ખમીર છે.

પ્રીતિની એ જ સાચી પીડા હોવી જોઇએ
એ આવશે નહીં ને છતાં મન અધીર છે.
ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
’બેફામ’ જે કબરમાં છે એ તો શરીર છે.

થાય સરખામણી તો ઊતરતા છીએ

થાય સરખામણી તો ઊતરતા છીએતે છતાં આબરૂ અમે દીપાવી દીધી.એમના મહેલ ને રોશની આપવાઝુંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપરતો જરા દોષ એમાં અમારો’ય છેએક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યાને અમે પણ શમાઓ બુઝાવી દીધી
કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયાપણ ઊભા રહી અમે કોઇને ના નડ્યાખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલેવાટ કીન્તુ બીજાને બતાવી દીધી
કોણ જાણે હતી કેવી વર્ષો જૂનીજીંદગી મા અસર એક તન્હાઇનીકોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છોએને આખી કહાણી સુણાવી દીધી.
જીવતાં જે ભરોષો ઇશ પરએ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યોજાત મારી ભલે ને તરાવી નહીલાશ મારી પરંતુ તરાવી દીધી.

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી;મજા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.
દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.
ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.
મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.
જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.
તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.
અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?
મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.
ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.
અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે

પ્રણયમા જવાની નિચોવાઇ જાશેહવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.
ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,એ મોતી નથી કે પરોવાઇ જાશે.
નયન સાથ રમવા ન એને જવાદોહ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.
મરણને કહો પગ ઉપાડે ઝડપથી,નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.
સિધાવો, ન ચિંતા કરો આપ એની !કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.
કદી દાનની વાત ઉચ્ચારશો માકર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.
નિહાળ્યા કરો જે કંઇ થાય છે તેવિચારો નહિં, મન વલોવાઇ જાશે.
વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !હતું નામ શું કે વગોવાઇ જાશે ?

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,

એક દી’ એમણે પોતે જાતે કહ્યું,‘સૈફ’ આજે જરા મારુ વર્ણન કરો.મારા વિશે જરા થોડા રૂપક કહો,થોડી ઉપમાઓનું આજ સર્જન કરો.
કેવી હાલત ભલા થઇ હશે એ સમયે,એ તો દિલ વાળા જે હોય કલ્પી શકે,જેણે બાંધ્યો હો રૂપાળો રીસ્તો કદી,એ જ સમજી શકે એ જ જાણી શકે.
કોક બીજાની હોતે જો આ માંગણી,હું’ય દિલ ખોલીને આજ વર્ણન કરત.આ સભા દાદ દઇને દઇને થાકી જતે,એવા સાહિત્યનું આજ સર્જન કરત.
પણ પ્રણેતા હો રૂપકના જેઓ ભલાએ જ રૂપક જો ચાહે તો હું શું કરું ?જેની પાસેથી ઉપમાઓ તાલીમ લે,એ જ ઉપમાઓ માંગે તો હું શું કરું ?
તે છતાં મે કહ્યું, મારે કહેવું પડ્યું,છો રૂપાળા તમે ખૂબ સારા તમે,આંખ બહુ મસ્ત છે ચાલ બહુ ખૂબ છે,અંગે અંગે છો નખશીખ પ્યારા તમે.
કેવી સીધીને સાદી હતી વાત આ,કેવા ભોળા હતા તેઓ ઝૂમી ગયા.બોલ્યા કેવા મજાના છો શાયર તમે,કેવુ સારું ને મનગમતું બોલી ગયા.

ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;

ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.
એવી તો બેદિલીથી મને માફ ના કરો,હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઇએ.
આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,હમણાં ભલે કહું છું દવા હોવી જોઇએ.
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,એમાં જરાક જેવી મજા હોવી જોઇએ.
પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’,એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ; આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.
હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !
શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ?જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.
વાતોની કલા લ્યે કોઇ પ્રેમીથી તમારા,એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.
રડવાની જરૂરત પડે ત્યાં સૂકાં નયન હો,ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિ આવે.
છે મારી મુસીબતનું ‘મરીઝ’ એક આ કારણ,હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે ?

તું ઝરૂખેથી જરા ડોકાય છે,

તું ઝરૂખેથી જરા ડોકાય છે,વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને ;ત્યાં જવાનું મન વધારે થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક ;આયખું આખુ’ય વીતી જાય છે.
તું ઝરૂખેથી જરા ડોકાય છે,વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે…

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમે

સ્વપ્નના ગામમાં રહીને ઊછર્યા અમેચાળણીમાં લઇ જળ આ ચાલ્યા અમે
ફૂંકીએ છાશ કે બાળપણમાં કદીદૂઘથી કંઇક એ રીતે દાઝ્યા અમે
ખુદના રસ્તાની અડચણ અમે ખુદ છીએખુદના પગમાં થઇ છાલાં બાઝ્યાં અમે
હે જગત ! તું તો અમને ન કહેજે ખરાબજેમ તેં ઢાળ્યા એમ જ ઢળાયા અમે
કેમ, ક્યાં લગ અને કોને માટે છીએખૂબ ગંભીર એવી સમસ્યા અમે.

એક છોકરો સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’

એક છોકરો સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી, તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે જે કાંઇ થયું એ તો છોકરાને થયું એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

પરિચય છે મંદિરમાં દેવોને મારો,અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,તમારા પ્રતાપે બધા ઓળખે છે.
સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,મને તારું સૌ મયકદા ઓળખે છે.
મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,મને જ્યારથી તારલા ઓળખે છે.
અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,મળી છે અમોને જગા મોતીઓમાં,તમોને ફક્ત બદબુદા ઓળખે છે.
તબીબોને કહી દો કે માથું ન મારે,દરદ સાથે સીધો પરિચય છે મારો,હકીકતમાં હું એવો રોગી છું જેને,બહુ સારી પેઠે દવા ઓળખે છે.
દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;

એ રીતથી છવાઇ ગયા છે ખયાલમાં ;આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગુ નથી,નહિતર હું કંઇક ભૂલ કરત બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે, મારી ગતિની સાથ,હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહી સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,કરવી ન જોઇતી’તી ઉતાવળ સવાલમાં.

કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?

કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?એકે કાળજ કરવત મૂક્યાંએકે પાડ્યા ચીરા… !કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
એકે જોબન ઘેલી થઇને તને નાચ નચાવ્યો ;એકે જોબન ઘૂણી માથે તારો અલખ જગાવ્યોએકે તને ગોરસ પાયાંએકે ઝેર કટોરા… !કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
પચરંગી પાનેતર તું વિણ રાધે કદી’ન પહેર્યો ;મખમલિયો મલીર મીરાંનાં અંગે કદી’ન લહેર્યોએકે ઓઢી શ્યામ ઓઢણીએક ભગવા લીરા… !કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
મલક બધાનો મૂકી મલાજો રાધા બની વરણાગણભર્યો ભાદર્યો મૂકી મેડતો મીરાં બની વેરાગણએક નેણની દરદ દીવાનીબીજી શબદ શરીરા… !કાન તને રાધા ગમે કે ગમે મીરાં… ?
હું કોનો છું પૂછો એટલું મળે ક્યાંય જો રાધા…મળે ક્યાંય તો પૂછો મીરાંને કોને વહાલો માધા… ?મારે અંતર રાધા વેણુ વગાડેભીતર મીરાં મંજીરા… !મારે તો મીરાં-રાધા-મીરાં… !કાન તને રાધા ગમે કે ગમે મીરાં… !

હું તો કાગળિયાં લખી લખી થાકી,

હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા પાવનિયાં બળી બળી જાય રે,છોગાળા તારા મનમાં નથી….. હું તો…..
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.

મારો અભાવ… and જેવું લાગે છે…

(1) મારો અભાવ…
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવાઆપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદાવૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનુંસ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશેઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
***
(2) જેવું લાગે છે…
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છેકોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોનીક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.

મારી ગાગર ઉતારો તો જાણું

મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !હું તો ઘરે ઘરે જઇને વખાણું કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન ! એમાં શા હોય ઝાઝા વેતા ?કાંટાળી કેડી પર ગાગર લઇને અમે આવતાં, જતાં ને સ્મિત દેતાં.હું તો વ્હેતી જમુનાને અહીં આણું :મારી ગાગર ઉતારો તો જાણું, કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !
ડચકારા દઇને દઇને ગાયો ચરાવવી ને છાંય મહીં ખાઇ લેવો પોરો.ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો.ફરી ફરી નહીં આવે ટાણું :મારી ગાગર ઉતારો તો જાણું, કે રાજ, તમે ઊંચક્યો ’તો પ્હાડને !

પે’લવે’લી તને જોઇ મેં જ્યારે

પે’લવે’લી તને જોઇ મેં જ્યારેઆંખડી આંખમાં પ્રોઇને ત્યારે,અલકલટેથી ખાઇ હિંડોળોનેન જડ્યાં પગને પગથારે !
એમ તો તારાં નેણ બિલોરીવેણથી યે વધુ બોલકાં, ગોરી !લોપતી તારા લાખ મલાજાકંચવાની ઓલી રેશમી દોરી !
સુન્દરી ! તારી દેહની દેરીએરોમરોમે જલે રૂપના દીવા ;તો ય ઢળ્યાં જઇ લોચન પાનીએરૂપશમાની રોશની પીવા !
એવી દીઠી તારી પાનીએ હિના :એ જ કાશી, મારું એ જ મદીના !

Monday, January 1, 2007

એક વેશ્યાની ગઝલ

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોયશબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તનેરોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામલાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
ડૉ. વિવેક મનહર ટેલર

તને જાતા જોઈ પનઘટની વાટે

તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુ,
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,મારૂ મન મોહી ગયુ,
કેડે કંદોરોને કોટમાં દોરોતારા લહેરિયાની લાલ લાલ ભાતે,મારૂ મન મોહી ગયુ,
રાસે રમતી આંખને ગમતીપૂનમની રઢિયાળી રાતે,મારૂ મન મોહી ગયુ,
બેંડલુ માઠે ને મહેંદી ભરી હાથેતારી ગાગરની છલકાતી છાંટે,મારૂ મન મોહી ગયુ,
તને જાતા જોઈ પનઘટની વાટેમારૂ મન મોહી ગયુ,