Wednesday, January 3, 2007
પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમ
પરદા પાછળ રહી સઘળું દેખે છે સનમગુલાબની આડમાં રહી ખુદ મહેકે છે સનમહાથતાળી દઇ છટકી જઉ જો કોઇ વારછેક સપનામાં આવીને મને પકડે છે સનમશરાબી નથી છતાં એક પછી એક ઊપાડુંનશાથી તરબતર જામમાં ઘળકે છે સનમ"હું ચાહું છુ તને, શું તુ ચાહે છે મને?"જવાબમાં બસ મીઠું મધુરુ મલકે છે સનમરૂપ થકી આંખમાં, શબ્દ થકી કાનમાંયાદ થકી લોહીમાં ઘળકે છે સનમએક રાઝની વાત કહું? કોઇને કહેશો મામારી કલમમાં રહી ગઝલો લખે છે સનમ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment