Wednesday, January 3, 2007
બાહ્ય દેખાવથી દુનિયાને ઠગી જાણે છે.
બાહ્ય દેખાવથી દુનિયાને ઠગી જાણે છે.જેઓ સમજી નથિ સક્તા એ હસિ જાણે છે.મારી આશાઓ બધી ખાકમાં મળવા લાગી,જ્યારે જાણ્યું કે તું નિરાશ કરિ જાણે છે!શું હશે ભાગ્યમાં મારા એ મને કહેશો મા,વેદનાઓ જ ફક્ત સાચી પડી જાણે છે.આ જીવન વ્હેણમા હું હળવો બનીને રહું છુ,હોય છે ચીજ જે હલ્કી એ તરી જાણે છે.થાય છે મારી મુસિબતમાં ઉમેરો જ્યારે,મારા મિત્રો કોઇ ઉપકાર કરી જાણે છે.તેઓ કેમ આવશે એની હો મને શી ચિન્તા?કેમ સાગરનું મિલન થાય એ નદી જાણે છે.પ્રગતિ કોણ કરે છે આ જગતમાં ઓ "નઝીર"?હા, કક્ત દર્દ છે જે રોજ વધી જાણે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment