પે’લવે’લી તને જોઇ મેં જ્યારેઆંખડી આંખમાં પ્રોઇને ત્યારે,અલકલટેથી ખાઇ હિંડોળોનેન જડ્યાં પગને પગથારે !
એમ તો તારાં નેણ બિલોરીવેણથી યે વધુ બોલકાં, ગોરી !લોપતી તારા લાખ મલાજાકંચવાની ઓલી રેશમી દોરી !
સુન્દરી ! તારી દેહની દેરીએરોમરોમે જલે રૂપના દીવા ;તો ય ઢળ્યાં જઇ લોચન પાનીએરૂપશમાની રોશની પીવા !
એવી દીઠી તારી પાનીએ હિના :એ જ કાશી, મારું એ જ મદીના !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment