રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
થૂંકદાની હોય ના તો મોઢું ક્યાં જઈ થૂંકશે ?‘પચ્ચ્…’ દઈ પિચકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
ભૂખ, પીડા, થાક, ઈચ્છા, માનના અશ્વો વિના ય,રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જગ નથી તારું આ, છો અહીં વાત જગ આખાની હોયશબ્દ પણ ક્યાં કાઢતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?
તુજ થકી દીધાપણાંના આભમાં પાછો તનેરોગ થઈને શાપતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.
જ્યાં કદી ન આથમે અંધારું એ શેરીનું નામલાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !
ડૉ. વિવેક મનહર ટેલર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment