હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,પાતળીયા તારા મનમાં નથી….. હું તો…..
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,મારા પાવનિયાં બળી બળી જાય રે,છોગાળા તારા મનમાં નથી….. હું તો…..
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,કાનુડા તારા મનમાં નથી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment