(1) મારો અભાવ…
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવાઆપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદાવૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનુંસ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશેઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
***
(2) જેવું લાગે છે…
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છેકોઇ લીલા સાદ જેવું લાગે છે.
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?બાગમાં વિખવાદ જેવું લાગે છે.
સાવ ઓચિંતા ફૂટ્યાં તૃણો બેહદ,માટીમાં ઉન્માદ જેવું લાગે છે.
આમ તો ખાલીપણું રડ્યા કરતું,જે નગારે નાદ જેવું લાગે છે.
ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોનીક્યાંક બહુ વરસાદ જેવું લાગે છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment