Wednesday, January 3, 2007
જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓ
જીવનમાં જોયા છે કેટલાયે ખૂબસૂરત ચહેરાઓએક ભલી-ભોળી તસવીર મારી આંખોને કામની છેતને જ હરપળ જોવામાં પૂરી થાય આ જિંદગીએક અધૂરી કલ્પના દોસ્તીના નવા આયામની છે.ન જુઓ હથેળીમાં પડ્યા છે કેટલા છાલાએ મહોર સ્મિત માટે ચુકવાયેલા દામની છેદિલ જેવું મળે તો રાખી લેજે તારી પાસેએ કિંમતી ચીજ તારા જ એક ગુલામની છેતારા અક્ષરના મરોડને પુર્યો પાંપણમાં છતાંલિખિતંગ કરી લખે છે ચિઠ્ઠિ કોઇ બેનામની છેસારુ છે વિધિના લેખ કદી મિથ્યા નથી જતાંતારા હાથમાં એક રેખા મારા નામની છેદિલની વાત કહું કે નહી? એ મુંઝવણમારી જ નહીં મહેફિલમાં હાજર તમામની છેએટલે જ લોકોને ખૂબ પસંદ પડી હશેકહાની ખાલી પ્યાલી અને ઢોળાયેલ જામની છે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment