Wednesday, December 6, 2006
ફુલ કેરા સ્પર્શથી પણ
ફુલ કેરા સ્પર્શથી પણદિલ હવે ગભરાય છે,એને રુઝાયેલા ઝખ્મોયાદ આવી જાય છે,કેટલો નજીક છેઆ દુરનો સંબંધ પણ,હું રડું છું એકલો એએ એકલા શરમાય છે.કોઈ જીવનમાં મરેલામાનવીને પુછજો,એક મૃત્યૃ કેટલા મૃત્યૃનિભાવી જાય છે.આ વિરહની રાત છેતારીખનું પાનું નથી,અહીં દિવસ બદલાયતો આખો યુગ બદલાય છે.એક પ્રણાલીકા નિભાવું છું,લખું છું 'સૈફ' હું,બાકી ગઝલો જેવુંજીવન હવે ક્યાં જીવાય છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment