Wednesday, December 6, 2006
રક્તથી સીંચાઈને બનશે નહીં,
રક્તથી સીંચાઈને બનશે નહીં,ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.લોહીના એક બુંદથી હો કિંમતીએવો પત્થર વિશ્વમાં મળશે નહીં.શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,કોઈ આંખોમાં કદી જડશે નહીં.બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –કોઈ કોઈને હવે ભજશે નહીં.રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,એ અહીં મળતાં નથી, મળશે નહીં.આદમીના દિલથી થઈને દિલ લગીજાય એ રસ્તો હવે બનશે નહીં.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment