Wednesday, December 27, 2006
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં,એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment