Tuesday, December 12, 2006
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છુંલાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છુંઆ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતુંતું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છુંસમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલુંજાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છુંજોયા છે ઘણાંને મેં 'ઘાયલ', આ ટોચેથી ફેંકાઇ જતાએકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment